સ્ટર્લિંગ હોસ્પિટલે 8-15 મિનિટમાં જ એમ્બ્યુલન્સ સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે રેડ.હેલ્થ સાથે હાથ મિલાવ્યા

*સ્ટર્લિંગ હોસ્પિટલે 8-15 મિનિટમાં જ એમ્બ્યુલન્સ સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે રેડ.હેલ્થ સાથે હાથ મિલાવ્યા*
• સ્ટર્લિંગ હોસ્પિટલ વતી રેડ.હેલ્થ માત્ર પાંચ જ સેકન્ડમાં તમામ ઈમર્જન્સી કોલને પ્રતિસાદ આપશે
• કંપનીએ અમદાવાદમાં 11 રેડ એમ્બ્યુલન્સ તૈનાત કરી
અમદાવાદ, 03 માર્ચ, 2023 – ગુજરાતની અગ્રણી હોસ્પિટલ ચેઇન સ્ટર્લિંગ હોસ્પિટલ્સે ભારતના સૌથી મોટા મેડિકલ ઇમરજન્સી રિસ્પોન્સ નેટવર્ક રેડ.હેલ્થ (જે અગાઉ સ્ટેનપ્લસ તરીકે ઓળખાતી હતી) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારીથી શહેરમાં 350 બેડ્સની સુવિધા ધરાવતી અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઈમર્જન્સી રિસ્પોન્સ અને કેર ફેસિલિટીઝને વધારવામાં મદદ મળશે. કંપનીએ પહેલાથી જ શહેરમાં 11 રેડ એમ્બ્યુલન્સ તૈનાત કરી છે અને વધુ વ્યાપક નેટવર્કને એકીકૃત કરવા માટે તેની સેવાઓ વડોદરા, ગાંધીગ્રામ, રાજકોટમાં વિસ્તારવાની યોજના ધરાવે છે.
આ ભાગીદારીના ભાગરૂપે સ્ટર્લિંગ હોસ્પિટલ વતી રેડ.હેલ્થ તમામ ઇમરજન્સી કૉલનો 5 સેકન્ડમાં જવાબ આપે છે અને તેના દર્દીઓને 8-15 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવાઓ પણ પૂરી પાડે છે. વધુમાં, રેડ.હેલ્થ દર્દીઓના તણાવ અને ચિંતાને ઘટાડવા માટે મહત્વપૂર્ણ શેરિંગ અને ટ્રાયજીંગ સહિત તમામ જરૂરી કાર્યો કરે છે.
આ જાહેરાત અંગે ટિપ્પણી કરતા સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઈઓ ડૉ. સિમરદીપ સિંઘ ગિલે જણાવ્યું હતું કે, “અમને એ જણાવતા આનંદ થાય છે કે અમે અમારી ઈમર્જન્સી સેવાઓનું સંચાલન કરવા માટે અમે રેડ.હેલ્થ સાથે ભાગીદારી કરી છે. અમારા દર્દીઓને અસાધારણ સંભાળ પૂરી પાડવાની અતૂટ પ્રતિબદ્ધતા હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. તેમના નિપુણતાથી પ્રશિક્ષિત પેરામેડિક્સ અને તાત્કાલિક રિસ્પોન્સ મિકેનીઝમ સાથે અમને વિશ્વાસ છે કે રેડ.હેલ્થ નિઃશંકપણે અમારી ઈમર્જન્સી અને કેર ફેસિલિટીઝને વધારવામાં ફાળો આપશે અને સર્વોચ્ચ પેશન્ટ કેર પ્રોવાઈડર તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવશે.”
આ જોડાણ અંગે રેડ.હેલ્થના સ્થાપક અને સીઈઓ શ્રી પ્રભદીપ સિંઘે જણાવ્યું હતું કે, “રેડ.હેલ્થ પર, અમે ટેક્નોલોજી સ્ટેકને એકીકૃત કરીને અને ભારતભરમાં વધુ અત્યાધુનિક વાહનો ઉમેરીને ભારતના ઈમરજન્સી રિસ્પોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્ટાન્ડર્ડાઈઝેશન લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. સ્ટર્લિંગ હોસ્પિટલ સાથેની અમારી તાજેતરની ભાગીદારી શહેરમાં અમારા એમ્બ્યુલન્સ નેટવર્કને વિસ્તૃત કરવા અને 15 મિનિટમાં દર્દીઓ સુધી પહોંચવા માટેનું એક વ્યૂહાત્મક પગલું છે. મને ખાતરી છે કે સ્ટર્લિંગ સાથેની આ ભાગીદારી અમદાવાદમાં લોકોને તાત્કાલિક, ભરોસાપાત્ર અને સહાનુભૂતિપૂર્ણ ઈમર્જન્સી રિસ્પોન્સ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવશે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “અમે હૈદરાબાદમાં પાંચ હોસ્પિટલો સાથે ઇમરજન્સી રિસ્પોન્સ નેટવર્ક બનાવવાના મિશન સાથે શરૂઆત કરી હતી અને આજે હું અમારા ઓપરેશનલ મોડલ, ઓન-ધ-ગ્રાઉન્ડ પેરામેડિક્સ અને ટેક-સપોર્ટ ટીમ પર ગર્વ અનુભવું છું, જેમણે અમારા ભાગીદારોને ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડી છે અને 550+ શહેરોમાં દર્દીઓ અને અગ્રણી હોસ્પિટલ નેટવર્ક્સ માટે પસંદગીના ભાગીદાર તરીકે અમારી સ્થિતિને મજબૂત બનાવી છે.”
રેડ.હેલ્થે તાજેતરમાં રેડ એમ્બ્યુલન્સ નામની તેની ચાર બિઝનેસ વર્ટિકલ્સ લોન્ચ કરી છે જેમાં રેડ એર ગાર્ડિયન, રેડ આસિસ્ટ, રેડ પ્રાયોરિટી ક્લિનિક્સ, રેડ એકેડેમીનો પણ સમાવેશ થાય છે અને રેડ એજ નામના એક ટેક્નૉલૉજી સેન્ટરની સ્થાપના પણ કરવામાં આવી છે, જે હાલની ટેકનિકલ સપોર્ટ અને કામને મજબૂત બનાવશે તથા તમામ નવા બિઝનેસ વર્ટિકલ્સ માટે નવી પ્રોડક્ટના વિકાસ પર ધ્યાન આપશે. કંપની 15 મિનિટમાં ઈમર્જન્સીની સ્થિતિમાં પહોંચવાનું વચન આપે છે અને દેશભરમાં તેમનું નેટવર્ક સતત વિસ્તરી રહી છે.