જાણો કયા વિસ્તામાં અમદાાદમાં બનશે ૩૫. માળ ની ગગનચૂંબી ઇમારત !!

એજી ગ્રુપ દ્વારા અમદાવાદમાં 1000 કરોડના રોકાણ ની યોજના; 35 માળ ના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવવામાં આવશે
– ભારતીય લક્ઝરી રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટ આગામી ના સમયગાળામાં 5% થી વધુની CAGR નોંધણી કરે તેવી ધારણા છે.
*અમદાવાદ, 18 મી માર્ચ-2023:* એજી ગ્રુપ (અતિથિ ગોકુલ) ગ્રુપ દ્વારા અમદાવાદ એસ્ટેટ બ્રોકર એશોશીયેશન સાથે મળી ને બ્રોકર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાત માંથી 500 થી વધારે બ્રોકર્સ એ ભાગ લીધો હતો. જેમાં તેમને એજી ગ્રુપ ના આવનારા પ્રોજેક્ટ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં. નવા પ્રોજેક્ટ્સ માં 3 બીએચકે અને 4 બીએચકે અલ્ટ્રા લક્ઝ્યુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ નો સમાવેશ થાય છે. એજી ગ્રુપ ના ચેરમેન શ્રી વિક્રમ ભરવાડ એ જણાવ્યું કે”અમારું વિઝન અમારા ગોલ્સ પુરા કરતા કરતા એન્વાયરમેન્ટલ સસ્ટેનિબિલિટી અને લોકલ ઇકોનોમીને સપોર્ટ કરવાનો પણ છે, જેથી આવનારી પેઢી સક્ષમ બની શકે. અમે અમદાવાદ ના લોકો ને કંઈક નવું આપવા માંગીએ છીએ તે હેતુસર અમે આવનારા 3-4 વર્ષ માં 1000 કરોડ નું રોકાણ કરવા જઈ રહયા છીએ જે અમારા માટે ગર્વ ની વાત છે. તેમણે વધુ માં જણાવ્યું કે*” અમે આ પ્રોજેક્ટ માટે વિદેશ થી આર્કિટેક્ટ ની ટિમ બોલાવી છે અને અમે ખાતરી પૂર્વક આ પ્રોજેક્ટ માં અલ્ટ્રા લક્ઝ્યુરિયસ રેસિડેન્શિયલ લોકો ને આપીશું જે 35 માળ ના હશે જેમાં તમામ પ્રકાર ની લકઝયુરિયશ સુવિધાઓ ઉપલબ્ધ હશે.