સચિવાલય, ગાંધીનગર ખાતેમહિલા સ્વ-રક્ષણ અને સલામતી પર તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

સચિવાલય, ગાંધીનગર ખાતે સચિવાલય કલ્યાણ સમિતિ અને સામાન્ય વહીવટી વિભાગના સહયોગથી ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને માર્શલ આર્ટ એક્સપર્ટ અમનદીપ સિંહ દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પર તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા પર થતા અત્યાાર અને વધતા બનવો ને લઈને મહીલા પોતે કેવી રીતે પોતાનુ રક્ષણ કરી શકે અને વિકટ પરિસ્થિતિ માથી પોતે સ્વ બચાવ જાતે કરી પોતાનું રક્ષણ જાતે કરી શકે તેના ભાગ રૂપે જેમાં ગુજરાત વિધાનસભા અને સચિવાલયની 200-250 મહિલા કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો.આ સેમિનારના મુખ્ય મહેમાન શ્રી જ્વલંત ત્રિવેદી સર (અધિક સચિવ, પ્રોટોકોલ, ગુજરાત સરકાર) અને શ્રી જીજ્ઞેશ ચૌધરી (ઉપ સચિવ, પ્રોટોકોલ, ગુજરાત સરકાર) હતા.આ તાલીમ સેમિનારમાં, શ્રી અમનદીપ સિંહ અને તેમની ટીમે મહિલાઓને શીખવ્યું કે જ્યારે તેઓ ઘરેલુ હિંસા, જાતીય સતામણી, ઈવ-ટીઝિંગ, અપહરણ, બળાત્કાર વગેરે જેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવું.સ્ત્રીઓને 10 સંવેદનશીલ ભાગો પણ શીખવવામાં આવ્યા હતા જ્યાં તેઓ હુમલો કરી શકે છે અને બચાવમાં સફળતા મેળવી શકે છે.