સ્ટર્લિંગ હોસ્પિટલ્સે નોવેલ (નવીન) ઇમ્પેલ્લા હાર્ટ પમ્પ ટેકનોલોજી સાથે 63-વર્ષીય-વૃદ્ધ મહિલા દર્દીનું જીવન બચાવ્યું

હોસ્પિટલ્સે ગુજરાતમાં પહેલી વાર ઇમ્પેલ્લા હાર્ટ પમ્પ સાથે તબીબી સારવાર કરી., કાર્ડિયાક સારવારમાં પરિવર્તન લાવી દીધું*અમદાવાદ, ભારત, 30 જૂન, 2023* – ગુજરાતમાં ટોચમાંની એક હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ્સે નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટોની ટીમ દ્વારા પથપ્રદર્શક તબીબી પ્રક્રિયાની જાહેરાત કરી હતી. પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રસેશ પોથીવાલા (ડાયરેક્ટર, કાર્ડિયોલોજી વિભાગ, સ્ટર્લિંગ હોસ્પિટલ્સ – ગુરુકુળ)ના નેતૃત્વમાં ટીમે ઇનોવેટિવ ઇમ્પેલ્લા હાર્ટ પમ્પ ટેકનોલોજીનો ઉપયોગ કરીને 63 વર્ષીય મહિલા દર્દીનું જીવન સફળતાપૂર્વક બચાવ્યું હતું આ પ્રક્રિયા ગુજરાત રાજ્યમાં ઇમ્પેલ્લા હાર્ટ પમ્પ ઉપકરણનો સૌપ્રથમ ઉપયોગ છે, જે કાર્ડિયાક સારવારમાં મહત્વપૂર્ણ પ્રગતિનું પ્રતીક છે.જ્યારે દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યાંહતાં, ત્યારે તેઓ હાયપરએક્યુટ એમઆઈ થી પીડિત હતા,તેમનાં હૃદયમાં ડાબા ક્ષેપકની કામગીરીનેગંભીર નુકસાન થયું હતું. તેમનો સીએજી મુખ્ય ધમનીમાંકોઈ પણ પ્રવાહ વિના એએમસીએ થી એલએડી અને એલસીએક્સ -99% બ્લોક દર્શાવતો હતો. સામાન્ય રીતે આ પ્રકારની ગંભીર સ્થિતિ 80% મૃત્યુદર ધરાવે છે એટલે 80 ટકા દર્દીઓનું મૃત્યુ થાય છેઅને કદાચ એકથી વધારે અંગો ફેઇલ થઈ શકે છે, જેનાં પરિણામે કિડની કામ કરતી બંધ થઈ જાય છે અને ડાયાલીસિસની તેમજ હોસ્પિટલમાં લાંબો સમય રહેવાની જરૂર પડેછે. એટલે ગુજરાતમાં પહેલી વાર ઉપયોગ થયેલા ઇમ્પેલ્લા સીસી ડિવાઇઝ (લેફ્ટવેન્ટ્રિક્યુલર આસિસ્ટ ડિવાઇઝ/કૃત્રિમ હૃદય)ની મદદ સાથે અમે દર્દીનું જીવનબચાવવાની સાથે 2 દિવસની અંદર કોઈ પણ પ્રકારની જટિલતા વિના દર્દીને રજા આપી શક્યાંહતાં.આ પથપ્રદર્શક સફળતા માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરીને ડૉ. રસેશ પોથીવાલાએ કહ્યું હતું કે*, “અમને ગુજરાતમાં પહેલી વાર ઇમ્પેલ્લા હાર્ટ ડિવાઇઝનો સફળતાપૂર્વક ઉપયોગ કરવા પર ગર્વ છે. આ અદ્યતન ટેકનોલોજીએ અમને અતિ-જોખમી એન્જિયોપ્લાસ્ટી પ્રક્રિયા હાથ ધરવાની સુવિધા આપી હતી, જેનાથી અમારાં દર્દીને નવજીવન મળ્યું છે. અમારું માનવું છે કે, ઇમ્પેલ્લા હાર્ટ પમ્પ આપણાં વિસ્તારમાં પરિવર્તનકારક કાર્ડિયાક સારવારની સંભવિતતા ધરાવે છે, જેનાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને લાભ થશે.”આ પથપ્રદર્શક પ્રક્રિયાની સફળતાએ સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં મેડિકલ ટીમની કુશળતા અને સમર્પણનું ઉદાહરણ પૂરું પાડવાની સાથે કાર્ડિયાક સારવારમાં નવીન સારવારો માટે માપદંડો પણ સ્થાપિત કર્યા છે. આ પ્રકારનાં જટિલ કેસોમાં અમે એક “કાર્ડિયાક શૉક ટીમ” (જેમાં કાર્ડિયાક સર્જન, કાર્ડિયોલોજિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ અને એનેસ્થેસિયોલોજિસ્ટ સામેલ છે) ધરાવીએ છીએ, જે આ પ્રકારનાં ગંભીર દર્દીઓ માટે તાત્કાલિક કામ કરે છે અને પ્રમાણમાં 80 ટકા સુધી મૃત્યુદર પણ ઘટાડે છે.સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઇઓ ડૉ. સિમરદીપ એસ ગિલે* સંસ્થાની અદ્યતન મેડિકલ ટેકનોલોજી પ્રસ્તુત કરવાની કટિબદ્ધતા અને દર્દીને ઉત્કૃષ્ટ સારવાર પ્રદાન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ઇમ્પેલ્લા હાર્ટ પમ્પ ટેકનોલોજીની પ્રસ્તુતિ અમારા દર્દીઓ માટે શક્ય શ્રેષ્ઠ પરિણામો પ્રદાન કરવા અમારી પ્રતિબદ્ધતા અને અમારાં સમર્પણને મજબૂત કરે છે. અમે તબીબી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં મોખરે રહેવા અને અમે જે ઓફર કરીએ છીએ એ ગુણવત્તાયુક્ત સારવાર જાળવવા આતુર છીએ.”
ગુજરાતમાં ઇમ્પેલ્લા હાર્ટ પમ્પ ડિવાઇઝની પ્રસ્તુતિ કાર્ડિયાક સારવારમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્તુત કરે છે. જટિલ તબીબી પ્રક્રિયાઓ દરમિયાન મિકેનિકલ સર્ક્યુલેટરી ટેકો પ્રદાન કરવામાં એની વિશિષ્ટ ક્ષમતાઓ ગંભીર કાર્ડિયાક સ્થિતિ ધરાવતા દર્દીઓ માટે નવી સંભાવનાઓ રજૂ કરે છે. આ સફળતા ગુજરાતમાં આ જ પ્રકારનાં પડકારો ધરાવતી વ્યક્તિઓ માટે આશાનાં કિરણ તરીકે કામ કરશે.