આરોગ્ય

( N.H.M.) નેશનલ હેલ્થ મિશનમાં સુરત આરોગ્ય વિભાગે પોતાનું મિશન પાર પાડ્યું ??

 સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગના લિંબાયત અર્બન હેલ્થ સેન્ટરમાં નેશનલ હેલ્થ મિશન(એન.એચ.એમ.) હેઠળ ચાલતી યોજનામાં સરકારની આંખોમાં ધૂળ ઝોંકીને કરોડો રૂપિયાની ઉથલપાથલ ?!!
 સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગના લિંબાયત અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓએ ભ્રષ્ટ્રાચાર કરવામાં કોઈ કસર ન છોડી ?!
 સરકાર દ્રારા નેશનલ હેલ્થ મિશન યોજના (એન.એચ.એમ.) હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ 10 થી 18 વર્ષના બાળકોના કુપોષણમાં સુધારો કરવા,માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા,બિન ચેપી રોગ સામે રક્ષણ આપવા,તેમજ સ્વાસ્થ્યને લગતા અન્ય પ્રોજેક્ટમાં આંગણવાડી સ્કુલો, તેમજ જાહેર સ્થળોએ કેમ્પો કરી કરીને વાપરવાને બદલે લિંબાયત અર્બન હેલ્થ સેન્ટર(યુએચસી)ના અધિકારીઓએ કંઈક બીજુ જ વિચાર્યુ ?!
 આ કૌભાંડને રફેદફે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહેલ અધિકારીઓ અને તેમના મળતિયા ?!
 આર.ટી.આઈ એક્ટ હેઠળ માંગવામાં આવતી માહિતીઓની અરજીઓને પણ ચાવીને ખાઈ જતાં હોવાની નિતી
કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન(એન.એચ.એમ.) અંતર્ગત રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ(આરકેએસકે) યોજના હેઠળ ગુજરાત સરકારના ગુજરાત હેલ્થ સોસાયટી દ્રારા રાજ્યની દરેક મહાનગરપાલિકાઓને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે,જેમાં આ ગ્રાન્ટનો ઉપયોગ 10 થી 18 વર્ષના બાળકોના કુપોષણમાં સુધારો કરવા,માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા,બિન ચેપી રોગ સામે રક્ષણ આપવા,તેમજ સ્વાસ્થ્યને લગતા અન્ય પ્રોજેક્ટમાં આંગણવાડી સ્કુલો, તેમજ જાહેર સ્થળોએ કેમ્પો કરી કરવાનો હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગના લિંબાયત અર્બન હેલ્થ સેન્ટર(યુએચસી)માં કેટલાક અધિકારીઓએ નેશનલ હેલ્થ મિશન(એન.એચ.એમ.) યોજના હેઠળ ફાળવવામાં આવતી કરોડોની ગ્રાન્ટ જાણે કે તેમના લોટ,પાણીને લાકડાં માટે આપવામાં આવતી હોય તેમ કાયદાની તમામ હદો પાર કરીને આ રકમ ઓહિયા કરી જવાનો જબરદસ્ત પ્લાન હતો પરંતુ કહેવાય છે કે જ્યારે પાપ ઉભરાય ત્યારે છાપરે ચડીને પોકારે છે તેમ લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગના લિંબાયત અર્બન હેલ્થ સેન્ટર(યુએચસી)ના કૌભાંડનો પાપનો ઘડો ભરાઈ જતાં વિસ્ફોટક ગ્રાન્ટ કૌભાંડ ઉપરથી પર્દાફાશ થશે જો સરકાર તેની ગંભીરતાથી તપાસ કરે તો !!
પ્રાપ્ત માહિતી તેમજ મળેલ ફરિયાદ મુજબ કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન(એન.એચ.એમ.) અંતર્ગત રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય યોજના હેઠળ ફાળવાયેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મામલે અંદરોઅંદરના ડખ્ખાના કારણે સમગ્ર ગ્રાન્ટ કૌંભાડ ઉપરથી પર્દાફાશ થયો છે,હાલમાં તો આ કૌભાંડને રફેદફે કરવા માટે કેટલાક અધિકારીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે,જો તે સુરત શહેર કમિશનરને આ વાતની જાણ ન હોય તેમ હજુ સુધી કોઈ પગલાં ભરવામાં ન આવતાં ભ્રષ્ટ્રાચારીઓ ઘેલમાં આવી ગયા છે.ગુજરાત સરકારના માહિતી અધિકાર એક્ટ-2005 હેઠળ તમામ સરકારી વિભાગો આ કાયદા હેઠળ અરજદારોને માહિતી આપવા બંધાયેલા છે,પણ આ વિભાગને જાણે કે કોઈ નિયમો કે કાયદા લાગુ ન પડતાં હોય તેમ એક અરજદારે દોઢ મહિનાથી માહિતી માંગી છે પણ જે તે જવાબદાર અધિકારીઓએ હજુ સુધી માહિતી આપી નથી.તેઓ અરજદારને ગુમરાહ કરે છે,કયાંક માહિતી આપવામાં વિલંબ કરીને અરજદારને પરેશાન કરવાની મનેચ્છા રાખતાં હોવાની પ્રજામાં ચર્ચા ચાલી રહી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button