ક્રાઇમ

ગાંધીનગર ની આર. ટી. ઓ. કચેરી બન્યું બોગસ લાયસન્સ નું એપી સેન્ટર ??

 

 

જયારે લાયન્સસ ઇસ્યુ કરવામાં આવે છે ત્યારે તેજે કચેરીના ઓથોરાઇઝ પરશન કર્મચારી ની સહી કરવામાં આવે છે તો આટલી મોટી ચૂક ક્યાં થઇ ??

ગસ આરટીઓ લાઇસન્સ કૌભાંડ, પડોશી દેશ પાકિસ્તાનની સંડોવણી હોવાની સંભાવનાઆર્મી કેન્ટોનમેન્ટના કેટલાક કર્મચારીઓની સીધી સંડોગણી તપાસમાં છતી થઈકાશ્મીરના 2000 થી વધારે યુવાનોના બોગસ સુરક્ષા દળોના ડોક્યુમેન્ટ ને આધારે લાયસન્સ નીકળ્યા.બોગસ આરટીઓ લાઇસન્સ કૌભાંડમાં આર્મી કેન્ટોનમેન્ટના કેટલાક કર્મચારીઓ અધિકારીઓની સીધી સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે જેને પગલે તેમની ધરપકડ કરવામાં આવશે. આતંકવાદી સંગઠનોના ઇશારે કાશ્મીરના કેટલાક યુવાનો આ પ્રવૃત્તિ કરાવતા હોવાની વિગતો મળતા આતંકવાદી સંગઠનોની સંડોવાણી છતી થાય થાય તેવી પ્રબળ સંભાવના છે. આ પ્રકરણની તપાસમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થશે.જમ્મુ કશ્મીરમાં બેઠેલા યુવકોને સુરક્ષા દળોના કર્મચારી તરીકેના બોગસ આઇડેન્ટિટીથી કાર્ડ બનાવી તેમના નામના બોગસ આર્મી કેન્ટીન કાર્ડ બનાવી ગાંધીનગર આરટીઓમાંથી લાયસન્સ ઇશ્યૂ કરાવવામાં આવતા હતા. આ સમગ્ર કૌભાંડની જાણ આર્મી ઇન્ટેલિજન્સને થતા તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદથી સંપૂર્ણ રેકેટનો પડદાફાસ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મિતેશ ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા ગાંધીનગર આરટીઓના બે એજન્ટ સંતોષ અને રાહુલને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમના ઘરે તપાસ કરતા 600 થી વધારે બોગસ લાયસન્સ અને આર્મી કેન્ટીન કાર્ડની વિગતો મળી આવી હતી.મિતેશ ત્રિવેદી એ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરટીઓ ઓફિસના જ ફૂટેલા કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કૌભાંડ ચાલતું હતું. આરટીઓ ઓફિસના ક્લાર્ક દ્વારા સંતોષ અને રાહુલ નામના એજન્ટો સાથે સંકળાયેલા કેટલાક યુવકો કે જેઓ કોન્ટ્રાક્ટ પર આરટીઓમાં કામ કરતા હતા તેમને પોતાનો આઈડી પાસવર્ડ આપી દીધો હતો.જેને કારણે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર બોગસ લાયસન્સ ઇશ્યૂ થઈ જતા હતા કાશ્મીરમાં શંકાસ્પદ યુવાનોના માત્ર ફોટાના આધારે તેઓ લાયસન્સ બનાવી ઇસ્યુ કરી દેતા હતા.આ પ્રકરણમાં સંડોવાયેલા કાશ્મીરના નજર અહેમદ ઉર્ફે નસીરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે સાથે સાથે આરટીઓ ઓફિસમાં કોન્ટ્રાક્ટર કામ કરતા હિતેશ લીમ્બાચીયા અને દિવ્યાંગ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ કૌભાંડમાં સંડોવાયેલા કાશ્મીરના યુવકોના લોકેશન ચેક કરતા હતા ત્યારે સતત તેમના લોકેશન પીઓકે આજુબાજુ બદલાતા રહેતા હતા જે બાબત ઘણી બધી વાતો જાહેર કરી દે છે.કાશ્મીરના ત્રણ યુવાનો સ્થાનિક લોકોના આધાર કાર્ડ અથવા ફોટો મોકલી આપતા હતા જેને આધારે તેમના આર્મીના જુદા જુદા હોદ્દાના આઇડેન્ટિટી કાર્ડ બની જતા હતા તેમના કેન્ટીન પાસ બની જતા હતા અને અન્ય તમામ પ્રકારના ડોક્યુમેન્ટ તૈયાર થઈ જતા હતા અને તેના આધારે તેમના લાયસન્સ નીકળતા હતા. હવે આ કાશ્મીરમાં બેઠેલા યુવાનો સતત બોર્ડર ઉપર ફરતા હોવાના તેમના લોકેશન ના આધારે જાણી શકાયું હતું તેઓ અતિ સંવેદનશીલ એવા બારામુલ્લા, અનંતનાગ, ઉરી, તેમજ પુલવામા ના રહેવાસી છે અને તેઓ સતત બોર્ડર પર ફરતા રહેતા હોવાનું જાણી શકાય છે.દેશની સુરક્ષા સાથે ચીડા થાય અને સુરક્ષા જોખમમાં મુકાય તેવા મોટા કૌભાંડમાં મુખ્ય સૂત્રધારોને ઝડપી લેવા માટે પોલીસ કવાયત કરી રહી છે ત્યારે તપાસમાં એવું સામે આવી રહ્યું છે કે ગાંધીનગર આરટીઓ ઓફિસના ક્લાર્ક કે જેમની જવાબદારી બનતી હોય છે કે લાયસન્સ માટે જે ડોક્યુમેન્ટ આવ્યા છે તે સાચા છે કે નહીં તે ચેક કરવાનું તેમ જ લાયસન્સ માટે ઉમેદવાર આવ્યા છે કે નહીં તે જોવાનું. આ ચેક કરવાના બદલે ક્લાર્ક દ્વારા પોતાની સિસ્ટમના આઈડી પાસવર્ડ તેમના મળતીયાઓ અને એજન્ટને આપી દેવામાં આવ્યા હતા અને બોગસ લાયસન્સ દીઠ તેમને ચોક્કસ રકમ મળી જતી હતી.ડ્ઇવિંગ લાઇસન્સને દેશભરમાં ફોટો આઈડેન્ટિટી પ્રુફ તરીકે માન્ય ગણવામાં આવે છે. તેના આધારે ચોક્કસ તત્વો દ્વારા સીમ કાર્ડ લીધા હોય અથવા તો અન્ય કોઈ સરકારી પ્રક્રિયા કે પ્રવૃત્તિ માટેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે અંગેની તપાસ ચાલી રહી છે. અત્રે ખાસ ઉલ્લેખ કરીએ છે કે મુંબઈમાં થયેલા 26 -11ના હુમલા માટે બે વર્ષ પહેલા સીમકાર્ડ ખરીદી એક્ટિવ કરવામાં આવ્યા હતા.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button