ક્રાઇમ

ગુજરાત એ ટી એસ ની પ્રસન્સનીય કામગીરી. દુશ્મન દેશ ના ગદ્દાર ને પકડી પાડયો.

રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનનાં એજન્ટને મોકલી આપનાર
ઇસમની ધરપકડર કરતી ગુજરાત એ .ટી. એસ
ગુજરાત એ ટી એસ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી. બી. બસિયા નાઓએ ગુપ્ત બાતમી
મળેલ છે કે, નિલેસ વાલજીભાઇ બળિયા હાલ ભુજ ખાતેના BSF હેડક્વાટરની ઓફિસ માં નોકરી કરે
છે અને તેઓ BSF ની માહિતીઓ કે જે ભારત દેશ ની સુરક્ષાઅને સલામતી માટે ખુબજ
અગત્યની હોય તેવી ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓને વોટસપના માધ્યમથી દુશ્મન દેશ
પાકિસ્તાનના એજન્ટ ને તેના વોટસપ ઉપર મોકલે છે.સદર બાતમી હકીકત બાબતે નાયબ પોલીસ મહાનિરક્ષકશ્રી અને પોલીસ અધિક્ષકશ્રીએ. ટી. એસ નાઓએ જાણ કરતાં તેઓએ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીડી. બી. બસીયા
તથા એટીએસ ટીમ દ્વારાબાતમી બાબતે ટેકનિકલ વર્કઆઉટ કરી નીલેશ બળિયા ની પૂછપરછ
કરતાં તેણે જણાવેલ છે કે તે છેલ્લા પાંચેક વર્ષ થી B.S.F બટાલિયન-૫૯ ના હેડક્વાટર ભુજ ખાતે
CPWD ના ઇલેક્ટ્રિકલ વિભાગ ની ઓફિસ ના પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. તે જાન્યુઆરી-૨૦૨૩માં
વોટસપ મારફતે અદીતી તિવારી નામ ધરાવતી પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે
સંપર્ક માં આવેલા અને તેણીની સાથે મિત્રતા થતાં પોતે BSF ની ઓફિસ માં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાનું જણાવેલ. સદર મહિલા એજન્ટ દ્વારા નીલેશ ને જણાવેલ કે તેની પાસે ભારતીય સીમા સુરક્ષા તેમજ
BSF ને લગત સંવેદનશીલ અને ગુપ્ત માહિતી હોય તો તે માહિતી વોટસપ પર મોકલી આપ અને આ કાગળો તેના કામના હસે તો તેને સારા એવા પૈસા આપવામાં આવશે તે રીતે પૈસા ની લાલચ માં આવી નીલેશ બળીયાએ આ કામ કરવા માટે હા પાડેલ હતી. ત્યાર બાદ નીલેશ દ્વારા જાન્યુઆરી -૨૦૨૩ થી તાં. ૨૮/૦૬/૨૦૨૩ સુધી તેણે BSF ના કાર્યક્ષેત્ર માં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામ વિષેની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મોકલી આપેલ છે. તે બદલ સદર પાકિસ્તાની એજન્ટ દ્વારા નીલેશ ના બઁક અકાઉંટમાં ટુકડે ટુકડા payTM મારફતે જુદા જુદા અકાઉંટ માથી રૂ.૨૮,૦૦૦ મોકલી આપેલ છે.ત્યારબાદ સમકંદ નીલેશ બળિયાના ફોનની FSL મારફતે એનાલીસીસ કરતાં તેમાથી સદર પાકિસ્તાની મહિલા એજન્ટ સાથેની વોટસપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના પુરાવા મળી આવેલ હતા તથા સદર માહિતીના બદલા માં મેળવેલ પૈસાની વિગત તેના બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટમાં મળી આવેલ છે. સદર પુરાવા માલતા નીલેશ બળિયા તથા પાકિસ્તાની મહિલા એજન્ટ દ્વારા BSF ના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામ વિષેની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી ગેરકાયદેસર રીતે નાણાકીય વળતર મેળવી આપ-લે કરેલ હોય તેઓ વિરુદ્ધ ઇ.પી.કો ક-૧૨૧,ક-૧૨૩ તથા ૧૨૦-બી ગુજરાત એ.ટી.એસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button