વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન માં પકડાયેલ વિદેશી દારૂ ના જથ્થા નો નાશ કરવામાં આવ્યો,

વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન માં પકડાયેલ વિદેશી દારૂ ના જથ્થા નો નાશ કરવામાં આવ્યો,
વડોદરા ના જવાહરનગર પોલીસ સ્ટેશન ના વિસ્તાર માંથી પકડાયેલ વિદેશી દારૂ ના જથ્થા નો આજ રોજ ધનોરા પેટ્રોલફિશ ખાતે નાશ કરવામાં આવ્યો,
જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી પકડાયેલ કુલ 124 ગુનાનો દારૂનો જથ્થો આજ રોજ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો,
તેમાં 2016 ના 20 ગુના,
2017 ના 54 ગુના,
2018 ના 43 ગુના
અને તારીખ 28/02/2019 સુધી ના 7 ગુના તેમ મળીને ટોટલ 124 ગુનાઓ ના કામે કબજે કરેલ વિદેશી દારૂ તથા બિયર ના જુદા જુદા ગુનામાં કબજે કરાયેલ મુદ્દામાલ નો જથ્થો મેં,10 માં એડીશ્રન.સિવિલ જજ અને જયું.ફ.ફ મેજિસ્ટ્રીક શ્રી નવી કોર્ટ (દિવાળીપુરા) વડોદરા ના હુકમ જા.નં 690/19,691/19,693/19,401/19 ના આધારે જવાહરનગર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો,
વિદેશી દારૂ ના જથ્થા માં ટોટલ 16256 નંગ દારૂ ની બોટલ તથા બિયર ના ટીન હતા,
ટોટલ મુદ્દામાલ ની કિંમત 21,26,370/- રૂપિયા થતી હોય છે,
તમામ મુદ્દામાલ ગુના વાઇઝ ગોઠવી તેના પર રોલર ફેરવી તમામ વિદેશી દારૂ ના જથ્થા નો નાશ કરવામાં આવ્યો હતો,
સલામતી ને ધ્યાન માં રાખી ફાયર બ્રિગેડ ના અધિકારીઓ સાથે એક ફાયર ફાઇટર ને પણ સ્થળ પર ઉપસ્થિત રાખ્યા હતા,
વિદેશી દારૂ ના જથ્થા ના નાસ કરવામાં માટે સ્થળ પર સુપ્રીન્ડન્ટ પોલીસ ચૌધરી સાહેબ શ્રી, DCP ZONE-1 દિપક મેધાણી સાહેબશ્રી , મામલતદાર શ્રી, તથા નશાબંધી શાખા ના અધિકારીઓ સાથે જવાહરનગર પોલીસ સ્ટેશન ના PI ભાવેશ સિંઘરખીયા સાહેબ તેઓના સ્ટાફ સાથે હાજર રહ્યા હતા,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)