અમદાવાદ માં ફરી એક સટ્ટા કાંડ. આનો રેલો ક્યાં જશે તો તપાસ નો વિષય ??

ઓનલાઇન જુગાર રમવાવાળા પોતાના દ્રારા ગમેતેમ ખોલી નાખે છે પછી તે વરલી મટકા નો ધંધો હોય કે ક્રિકેટ સટ્ટા નો થોડા સમય પહેલાજ અમદાવાદ શહેર માથી સવથી મોટા સટ્ટા કાંડ નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ નહીં પણ ગુજરાત સહિત દુબઈ સુધી રેલો પોંહચીયો હતો જેમાં ગુજરાત પોલીસ ખુદ અચંબમાં પડિ ગઇ હતી જેના ભાગ રૂપે અમુક પોલીસ કર્મીઓની બદલી પણ કરી દેવામાં આવી હતી એવોજ એક બનાવ અમદાવાદ સાયબર ક્રાઇમબ્રાંચની ટીમ જયારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે ચાંદખેડા આદિત્ય ગ્રીન ફ્લેટ આગળ એક આધેડ ક્રિકેટનો ઓનલાઇન જુગાર રમાડી રહ્યો છે. તે મેસેજ મળતા તરતજ પોલીસની ટીમ ત્યાં દોડી ગઇ હતી ત્યાં વિજય ચંદુલાલ ઠકકર નામનો આધેડ મોબાઇલ ફોન પર ક્રીકેટ સટ્ટાની એપ્લીકેશન પર ક્રિકેટ સટ્ટો રમાડતો હતો. પોલીસે તેને ઝડપી લીધો હતો તેનો મોબાઇલ ચેક કરતાં તેમાં ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશન ઓપન હતી અને તે અન્ય બુકીઓ સાથે સટ્ટાનો હિસાબ કરતો હોવાનું જાણી શકાયું હતું. એ હિસાબ કોની પાસે કરતો હતો આ સટ્ટા બેટિંગ પાછળ ક્યાંય એનો મહાશયો નથિ જે હજુ પોલીસ પક્કડ ની બાર છે ? શું આ ઓનલાઇન સટ્ટા ના તાર પણ દુબઈ સુધી છે ? આવા ઘણા પ્રશ્ર્નો ઉદભવે છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્રારા આ સટ્ટા કાંડ માં તપાસ દરમ્યાન ક્યાં ક્યાં મહાશયો સામીલ છે અને કેટલા સમયથી આ ચાલે છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે