ક્રાઇમ

અમદાવાદ માં નાકાબંધી છતાંય વિજિલન્સ વિભાગે દારૂ પકડી પાડયો.. ?

 

અમદાવાદ શહેરમાં પોલીસની જડબેસલાખ ડ્રાઈવ છતાં શહેરમાં દેશી-વિદેશી દારુ ખુટતો નથી ?!

 શહેરમાં ઈસ્કોન અકસ્માત કાંડ પછી પોલીસ હરકતમાં આવી ગઈ છે અને વાહનચાલકોને દીઠ્યા છોડતી નથી તો પછી બુટલેગરો દેશી-વિદેશી દારુની હેરાફેરી કરી રહ્યા છે પણ પકડાતાં કેમ નથી-પ્રજામાં ચર્ચાતી વાત

 અમદાવાદમાં આજે પણ દારુની રેલમછેલ છે તો આવે છે કયાંથી ભુગર્ભમાંથી ?!

 પાડાના વાંકે પખાલીને ડામ જેવી શહેરીજનોની હાલત !!

 અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન ભલે શહેરીજનોને એક દિવસ પાણી આપવાનું ચૂકી જાય ? પણ બુટલેગરો શહેરમાં દારુ ઠાલવવાનું ક્યારેય ચુકતા નથી ?!

 પોલીસ ડ્રાઈવમાં પીધેલા ઝડપાય છે પણ દારુ નથી ઝડપાતો આ કેવું ?!

એરપોર્ટ પરથી પકડ્યો રૂપિયા ૨૫૬૫૦૦ ના કિંમત નો દારૂ

અમદાવાદના ઈસ્કોનના અકસ્માત કાંડ પછી સરકાર સફાળી જાગી છે અને પોલીસને કરી છે તેના પગલે અમદાવાદ શહેર પોલીસ એક મહિનાની ડ્રાઈવ ઉપર છે અને વાહન ચાલકો એ પછી ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર કે પછી હેવી વાહનો હોય પોલીસ સખ્ત ચેકિંગમાં છે અને શહેરમાં જડબેસલાક બંદોબસ્ત છે,રાત્રી દરમ્યાન ખાસ, જે સરાહનીય છે પણ આમાં તો પાડાના વાંકે પખાલીને ડામ દેવામાં આવતાં હોય તેવી ચર્ચા પ્રજાજનોમાં ચાલી રહી છે.નબીરા તથ્ય પટેલે કારસ્તાન કર્યા અને ભોગવવાનું શહેરના નિર્દોષ લોકોને પણ થયું છે,જો કે પોલીસ ડ્રાઈવ ચાલી રહી છે છતાં અમદાવાદ શહેરમાં દેશી-વિદેશી દારુ ખુટતો નથી તો બુટલેગરો દારુની હેરાફેરી શું ભુગર્ભમાંથી કરી રહ્યા છે તેવો સવાલ પ્રજામાં ઉઠ્યો છે.

પ્રાપ્ત માહિતી અને પ્રજામાં ચાલતી ચર્ચાઓ મુજબ એક બાજુ અમદાવાદ શહેરમાં પોલીસ ડ્રાઈવ ચાલી રહી છે અને દરેક વાહનોના ચપ્પે ચપ્પા ચકાસવામાં આવી રહ્યા છે અને કાયદાનો ભંગ કરતાં વાહન ચાલકોને દંડ કરવામાં આવી રહ્યો છે જે કામગીરી સરાહનીય છે પણ ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવામાં આવતાં હોય તેવું લાગી રહ્યુ છે કારણ નબીરા તથ્ય પટેલનો વાળ પણ વાંકો નથી થયો ત્યારે બીજી બાજુ મણિનગરમાં બન્યુ તેમ સામાન્ય ગુનામાં યુવાનોને સરેઆમ પોલીસ ઝુડી રહી છે.બીજી મહત્વની બાબત તો એ છે કે આજે પોલીસ દરેક પોઈન્ટ ઉપર બંદોબસ્તમાં છે તો પછી દારૂ પીધેલા પકડાય છે પણ દારુ કેમ પકડાતો નથી,કારણ શહેરમાં આજે પણ દેશી-વિદેશી દારુની રેલમછેલ છે તો આ દારૂ આવે છે કયાંથી શુ ભૂગર્ભમાંથી આવે છે ?!
વધુમાં ચર્ચાતી વાત મુજબ બુટલેગરોનો કામકાજનો સમય પણ રાત્રીનો અને પોલીસ ચેકિંગ પણ વધારે રાત્રે જ થાય છે તો કેમ કશુય હાથ નથી આવતું.ત્યારે એક વાત તો સ્પસ્ટ છે કે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન ભલે એક દિવસ પાણી આપવાનું ચૂકી જાય પણ બુટલેગરો શહેરમાં દારુ ઠાલવવાનું ક્યારેય ચુકતા નથી, છે ને ગજબની વાત.એક વાત કહેવાની રહી ગઈ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે !!!

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button