ક્રાઇમ

અમદાવાદના સરસપુરમાં આવેલ સુશિલાબેન ચિલ્ડ્રન કેર અને પ્રસૃતિગૃહ નામની હોસ્પિટલમાં ભ્રૂણહત્યાના ચાલતાં કારસ્તાન 

 ગર્ભપરિક્ષણ કરાવવું ગુનો છે,જેમાં કરાવનાર ગ્રાહક, તપાસ કરનાર લેબ અને ગર્ભપાત કરતી હોસ્પિટલ ત્રણેય સરખા ગુનેગાર બને છે
 બી.એ.એમ.એસ.ની ડિગ્રી ધરાવતા ડોક્ટર ચંદુભાઈ પટેલે ગર્ભવતિ મહિલાની ચિરફાડ કરી દઈ મહિલાના જીવને જોખમમાં મૂકી દીધો-આવા કેટલાય ઓપરેશન કરી દીધા ડો.ચંદુભાઈ પટેલે ?!
 સુશિલાબેન ચિલ્ડ્રન કેર અને પ્રસૃતિગૃહ નામની હોસ્પિટલના ડો.વિનોદ ગુપ્તાનું નામ માત્ર બાકી બધુ કામ ડો.ચંદૂભાઈ પટેલનું !!
 રાજસ્થાનના ઉદેપુરથી આવેલ એક દંપતિને દીકરાની મહેચ્છા ભારે પડી- ગર્ભવતિ મહિલાની સોનોગ્રાફી શ્રીજી કલિનિકમાં કરાવી-ગર્ભમાં સ્ત્રી બાળક હોવાથી ગર્ભપાત સુશિલાબેન ચિલ્ડ્રન કેર અને પ્રસૃતિગૃહ નામની હોસ્પિટલમાં કરાતાં મહિલાનો જીવ જોખમમાં મૂકાયો- માંડ માંડ સિવિલમાં બચાવી
 ગર્ભપરિક્ષણ કરવાની ઈચ્છા રાખતું દંપતિ, ગર્ભપાત કરનાર ડો.ચંદૂભાઈ પટેલ અને ગર્ભપરિક્ષણ કરનાર શ્રીજી કલિનિક ત્રણેય સામે ગેરકાયદે ગર્ભપરિક્ષણ અને ગર્ભપાતના કાયદાનું હથિયાર ઉગામવું જરૂરી
ગુજરાતમાં ગર્ભપરિક્ષણ અને ગર્ભપાત કરાવવું ગુનો બને છે અને તેમાં ગ્રાહક,ડોક્ટર અને ક્લિનિક ત્રણેય દોષી ગણાય છે તેમ છતાં આરોગ્ય તંત્રની નિંભરતાના કારણે ગુજરાતમાં ભ્રૂણ હત્યાનું પાપ ઘણી બધી હોસ્પિટલોમાં ચાલતું જ હોય છે જેના રૂપિયા ગણી લેવામાં આવે છે,સામાન્ય રીતે અનઈચ્છિત ગર્ભપાત કરાવવાના કેટલીક હોસ્પિટલમાં આજે પણ ગેરકાયદે ગોરખધંધા ચાલી રહ્યા છે જેની જાહેરાત કરવામાં આવે તો પકડાઈ જાય પણ ખાનગી માણસો રાખીને ગ્રાહકો શોધી લેવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી અને મળેલ ફરિયાદ મુજબ સરસપુરની સુશિલાબેન ચિલ્ડ્રન કેર અને પ્રસૃતિગૃહ હોસ્પિટલમાં આવું જ કંઈક પાપનું કામ થતું હતું જે છાપરે ચડીને પોકારતાં હોસ્પિટલમાં દોડાદોડ થઈ ગઈ છે. રાજસ્થાનના ઉદેપુરથી આવેલ એક દંપતિ પૈકી મહિલાનું ગર્ભપરિક્ષણ કરાવતાં સ્ત્રી બાળક હોવાથી તેનું ગર્ભપાત કરાવવા માટે એક બી.એ.એમ.એસ.ડિગ્રી ધરાવતાં ડોક્ટર ચંદુભાઈ પટેલે ઓપરેશન કરતાં આ ડોક્ટરે ગંભીર ભુલ કરી અને મહિલાના ગર્ભમાં જ બાળકના અડધા અંગ રહી ગયા !! આથી પરિસ્થિતિનો તાગ સમજીને આ હોસ્પિટલમાંથી મહિલાને સિવિલ હોસ્પિટલ જવા માટે સુચના આપી દીધી,જો કે સમયસર સિવિલ હોસ્પિટલમાં મહિલાને સારવાર મળી રહેતા તેનો જીવ બચી ગયો પણ ગર્ભાશયને નુકસાન થતાં છેવટે મહિલાનો જીવ બચાવવા ગર્ભાશયની કોથળી જ કાઢી નાખવામાં આવી છે.સુશિલાબેન ચિલ્ડ્રન કેર અને પ્રસૃતિગૃહ હોસ્પિટલમાં ઉંટવૈદુ ડો.ચંદુભાઈ પટેલ કેટલા ઓપરેશનો કર્યા અને કેટલી મહિલાઓના જીવ જોખમમાં મુક્યા તેની મેડિકલ કાઉન્સિલે ગંભીરતાથી તપાસ કરવી જરૂરી છે.
સામાન્ય રીતે ગર્ભપરિક્ષણ કરાવવું એ ગંભીર ગુનો બને છે તેથી ઉદેપુરથી આવેલ આ દંપતિ, જે હોસ્પિટલમાં આવા ગર્ભપાતના કામો થાય છે તે.સુશિલાબેન ચિલ્ડ્રન કેર અને પ્રસૃતિગૃહ હોસ્પિટલ ડોકટર,ગર્ભપાત કરનાર ડો.ચંદુભાઈ પટેલ, અને જ્યાં સોનોગ્રાફી કરવામાં આવી તે શ્રીજી ક્લીનીક સબકે સબ સામે કાયદાનો કોરડો વિંઝવો જરૂરી છે,વધુ વિસ્ફોટક માહિતી તસ્વીરો સાથે જુઓ અને વાંચો આગામી અંકમાં

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button