ક્રાઇમ

વડોદરાના કોયલી પાસે આવેલ રિફાઈનરી કંપનીમાંથી થતી કરોડો રૂપિયાની મટીરીટલ ચોરી?!

 વડોદરાના કોયલી પાસે આવેલ રિફાઈનરી કંપનીમાંથી થતી કરોડો રૂપિયાની મટીરીટલ ચોરી?!
 રિફાઈનરી કંપનીનું મટીરીટલ યોગ્ય જગ્યાએ જમા કરવાને બદલે એક ચોક્ક્સ ગ્રૂપ દ્રારા કરાઈ રહ્યુ છે સગેવગે ?!
 એસ.એસ.,કોપર,એમએસ જેવું કિંમતી મટીરીયલ માટીની આડમાં ડમ્પરમાં ભરીને સ્ક્રેપના એક વેપારીને વેચી મારવામાં આવે છે?!
 આ ગ્રૂપ સાથે કંપનીના કેટલાક માણસોની પણ મીઠી સાંઠગાંઠ?!
 સ્થાનિક પોલીસ અને આઈ.ઓ.સી.લિ. દ્રારા ગંભીરતાથી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મટીરીયલ ચોરીનું કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપાય તેમ છે

વડોદરાના કોયલી પાસે આવેલ રિફાઈનરી કંપનીમાં નવા પ્લાન્ટને મંજૂરી મળતાં હાલમાં કરોડો રૂપિયાનો પ્રોજેક્ટના કામ ચાલી રહ્યુ છે,જયાં રિફાઈનરી કંપની આવેલ હોવાથી એસ.એસ.,કોપર,એમએસ જેવુ કિંમતી મટીરીયલ નીકળી રહ્યુ છે પરંતુ આ મટીરીયલનો યોગ્ય જગ્યાએ પહોંચાડવાને બદલે તેની બેફામ અને બેલગામ ચોરી થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અને મળેલ ફરિયાદ મુજબ વડોદરાની કોયલી પાસે રિફાઈનરી કંપનીમાંથી કિંમતી ધાતુની ચોરી થઈ રહી છે,જે ખુલ્લેઆમ ચાલી રહી છે તેમ છતાં તેની સામે કોઈ પણ પ્રકારની રોકટોક જોવા મળતી નથી રિફાઈનરી કંપનીમાંથી નિકળતાં વેસ્ટ મટીરીયલને ડંમ્પર દ્રારા વેસ્ટ માટીની આડમાં સંતાડીને કંપનીની બહાર લઈ જવામાં આવે છે,આ કામ એક ગ્રૂપ દ્રારા કરવામાં આવે છે અને તેને એક ગોડાઉનમાં ઉતારીને મટીરીયલને અલગ કરવામાં આવે છે અને એક ચોક્કસ સ્ક્રેપના વેપાનીને ત્યાં વેચી મારવામાં આવે છે અને લાખો-કરોડો રૂપિયાની કમાણી કરી લેવામાં આવે છે.
વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ આ ગ્રૂપ કંપનીના જ કેટલાક માણસો સાથે સાંઠગાંઠ કરીને આ ચોરી કરી રહ્યુ છે જેમાં એક મદદગાર શખ્સે તો આમાંથી કમાઈને અંદાજે રૂપિયા 2.5 કરોડનું મકાન પણ વસાવી લીધું છે.અને ગ્રૂપના અન્ય શખ્સો પણ કમાઈ રહ્યા છે જેમાં કંપનીના માણસોને પણ સાચવી લેવામાં આવે છે.આ તમામની સાંઠગાંઠથી કરોડો રૂપિયાના મટીરીટલની ચોરી થઈ રહી છે ત્યારે સ્થાનિક પોલીસ અને આઈ.ઓ.સી.લિ. દ્રારા ગંભીરતાથી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મટીરીયલ ચોરીનું કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપાય તેમ છે.વધુ વિસ્ફોટક માહિતી વાંચો આગામી અંકમાં

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button