સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગના લિંબાયત અર્બન હેલ્થ સેન્ટરમાં ભ્રષ્ટ્રાચારે તમામ લાજ નેવે મૂકી ?

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગમાં લોલમલોલ અને પોલમપોલ ?!!
સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગના લિંબાયત અર્બન હેલ્થ સેન્ટરમાં ભ્રષ્ટ્રાચારે તમામ લાજ નેવે મૂકી ?!
સરકાર દ્રારા નેશનલ હેલ્થ મિશન યોજના (એન.એચ.એમ.) હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ 10 થી 18 વર્ષના બાળકોના કુપોષણમાં સુધારો કરવા,માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા,બિન ચેપી રોગ સામે રક્ષણ આપવા,તેમજ સ્વાસ્થ્યને લગતા અન્ય પ્રોજેક્ટમાં આંગણવાડી સ્કુલો, તેમજ જાહેર સ્થળોએ કેમ્પો કરી કરીને વાપરવાને બદલે લિંબાયત અર્બન હેલ્થ સેન્ટર(યુએચસી)ના અધિકારીઓએ પોતાનું આર્થિક આરોગ્ય સુધાર્યુ ?!
આ કૌભાંડમાં પડદો રાખવા અધિકારીઓ અને તેમના મળતિયાઓના અવનવાં પેંતરા ?!
આર.ટી.આઈ એક્ટના લીરેલીરા- માંગવામાં આવતી માહિતીઓની અરજીઓને ઘોળીને પી જવામાં આવી !!
સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગના લિંબાયત અર્બન હેલ્થ સેન્ટર(યુએચસી)માં કેટલાક અધિકારીઓએ નેશનલ હેલ્થ મિશન(એન.એચ.એમ.) યોજના હેઠળ ફાળવવામાં આવતી કરોડોની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારની તમામ યુક્તિઓ-પ્રયુક્તિઓ અજમાવી ગેરવહિવટ કર્યા હોવાની ફરિયાદોએ ઉપાડો લીધો છે અને છેલ્લા ઘણા વખતથી આ ભ્રષ્ટ્રાચારે કાગારોળ મચાવી દીધી હોવા છતાં આજ સુધી ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી નથી હાલ્યુ કે કોઈ પ્રકારની તપાસ શરૂ કરી ત્યારે પ્રજામાં બસ એક જ ચર્ચા ચાલી રહી છે કે સુરત મહાનગરપાલિકામાં આ કેવી નીતિરીતી ચાલી રહી છે કે આવડો મોટો ભ્રષ્ટ્રાચાર થયો છે અને સરકારી ગ્રાન્ટના કરોડો રૂપિયાની ઉથલપાથલ થઈ છે છતાં જવાબદારોના મોં સિવાઈ ગયા છે આખરે તથ્ય શુ છે?!
કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન(એન.એચ.એમ.) અંતર્ગત રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ(આરકેએસકે) યોજના હેઠળ ગુજરાત સરકારના ગુજરાત હેલ્થ સોસાયટી દ્રારા રાજ્યની દરેક મહાનગરપાલિકાઓને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે,જેમાં આ ગ્રાન્ટનો ઉપયોગ 10 થી 18 વર્ષના બાળકોના કુપોષણમાં સુધારો કરવા,માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા,બિન ચેપી રોગ સામે રક્ષણ આપવા,તેમજ સ્વાસ્થ્યને લગતા અન્ય પ્રોજેક્ટમાં આંગણવાડી સ્કુલો, તેમજ જાહેર સ્થળોએ કેમ્પો કરી કરવાનો હોય છે, પરંતુ પ્રાપ્ત માહિતી તેમજ મળેલ ફરિયાદ મુજબ કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન(એન.એચ.એમ.) અંતર્ગત રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય યોજના હેઠળ ફાળવાયેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મામલે અંદરોઅંદરના ડખ્ખાના કારણે સમગ્ર ગ્રાન્ટ કૌંભાડ ખુલ્લું પડી ગયુ છે જેથી ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓ આ કૌભાંડને દબાવી રાખવા કમર કસી રહ્યા છે.
ગુજરાત સરકારના માહિતી અધિકાર એક્ટ-2005 હેઠળ તમામ સરકારી વિભાગો આ કાયદા હેઠળ અરજદારોને માહિતી આપવા બંધાયેલા છે,પણ આ વિભાગ આ કાયદાને પણ ઘોળીને પી ગયો છે. એક અરજદારે ઘણા સમયથી આ માહિતી માંગી છે પણ જે તે જવાબદાર અધિકારીઓએ હજુ સુધી માહિતી આપી નથી.તેઓ અરજદારને ગુમરાહ કરે છે,કયાંક માહિતી આપવામાં વિલંબ કરીને અરજદારને પરેશાન કરવાની મનેચ્છા રાખતાં હોવાની પ્રજામાં ચર્ચા ચાલી રહી છે. લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગના લિંબાયત અર્બન હેલ્થ સેન્ટર(યુએચસી)ના કૌભાંડ હવે બહાર આવી રહ્યુ છે છતાં સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ જાણે કે ધુતરાષ્ટ્રની ભૂમિકા ભજવતાં હોય તેમ મૌન ધારી કરી લીધું છે!!