ગણેશ ચતુર્થીના પાવન અવસરે ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં વિવિધ સ્થળોએ ગણેશ ઉત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપે્દ્ર પટેલ

*ગણેશ ચતુર્થીના પાવન અવસરે ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં વિવિધ સ્થળોએ ગણેશ ઉત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપે્દ્ર પટેલ
મુખ્યમંત્રી વિવિધ સ્થળોએ ગણેશ સ્થાપનમાં જઈને ભગવાન શ્રી ગણેશના ભક્તિભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પોતાના વિધાનસભા મત ક્ષેત્ર ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશઉત્સવના જનઉમંગમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા. ભૂપેન્દ્ર પટેલે પાટીદાર ચોક – ઘાટલોડીયા, ગુરુકુળના મહારાજા – ગુરુકુળ રોડ, સરદાર ચોક – વસ્ત્રાપુર ખાતેના ગણેશ સ્થાપનમાં જઈને ભગવાન શ્રી ગણેશના દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ તથા વિવિધ વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
…….