આટલા બનાવો છતાં ? યમદૂતક બની બેફામ અને બેલગામ દોડતાં ઓવરલોડિંગ-ઓવરસ્પીડ ડમ્પરો

છાશવારે અકસ્માતો સર્જીને લોકોને મોતના મુખમાં ધકેલી દે છે તેમછતાં ડમ્પરોના માલિકો તેને પૈસા,વગ અને પાવરથી છોડાવી દે છે અને ફરીથી રસ્તાઓ ઉપર મોતનો સિલસિલો ચાલુ થઈ જાય છે?!
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહનચાલકો કે જેમા ઓવર સ્પીડ,કારચાલકે બેલ્ટ ન બાધ્યા હોય,પેસેન્જર વાહનો,રોડ ઉપર પાર્કિંગ કે પછી …ગેરકાયદે પ્રવેશ જેવા ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકોને ઘરે મેમો આવે છે અને ક્યારેક વાહનચાલકોના લાઈસન્સ રદ કરાતાં હોવાની પણ સજા કરવામાં આવે છે ત્યારે જે જગાઓ ઉપર સી.સી.ટી.વી. લાગ્યા છે તે રસ્તાઓ ઉપરથી જ ઓવર લોડિગ,ઓપર સ્પીડ ડમ્પરો પસાર થઈ રહ્યા છે તેમની સામે ટ્રાફિક તંત્ર કેમ મહેરબાન છે તે જ લોકોને સમજાતું નથી !!
શહેરમાં ઓપર સ્પીડ ડમ્પરોના ચાલકો ક્યારેક નશાની હાલતમાં પણ અકસ્માતો સર્જતા હોય છે-તંત્ર તમાશો નિહાળી રહ્યુ છે !!
ડમ્પરોના અકસ્માતોમાં સ્થાનિક પોલીસ હંમેશા ભીનું સંકેલવાના ખેલ ખેલતી હોવાની પ્રજામાં ચર્ચા
અમદાવાદ શહેરમાં બેફામ અને બેલગામ હરતાં ફરતાં ડમ્પરોએ અરાજકતા સર્જી છે અને લોકો માટે યમદૂત સમાન લાગી રહ્યા છે,જે ડમ્પરો ગમે ત્યારે ગમે સ્થળે લોકોને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી દે છે.તાજેતરમાં જ શહેરના નાગરવેલ હનુમાન પાસે આવેલા રામદેવનગર ત્રણ રસ્તા પાસે ડમ્પરચાલકે બાઈક ચાલકને ટક્કર મારતાં બાઈક ચલાવતો યુવકને ગંભીર ઈજાઓ પહોચતાં લોકોએ ડમ્પરના કાચ તોડીને આંગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો જે લોકોનો ગુસ્સો હતો.જો કે અહિંથી થોડા જ અંતરે અમરાઈવાડીના નેશનલ હેન્ડલુમ પાસે ડમ્પરચાલકે 8 વર્ષના બાળકને અડફેટે લીધો હતો,જેમાં બાળક ઉપર ડમ્પરનું ટાયર ફરી વળતાં બાળક મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો તે સમયે પણ લોકોએ ગુસ્સામાં આવી જઈને ડમ્પરને આંગ ચાંપી દીધી હતી જો કે ડ્રાઈવર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો પછી તમામ ખેલ પોલીસ પાર પાડે છે અને આ તો માત્ર તાજા ઉદાહરણો છે પણ શહેરમાં યમદૂતની જેમ બેફામ દોડતાં ડમ્પરોના ચાલકો ક્યારેક નશાની હાલતમાં ડમ્પર ચલાવતા હોવાથી ભયંકર અકસ્માતો સર્જે છે અને લોકોને મોતને ઘાટ ઉતારી દે છે.
પ્રાપ્ત માહિતી તેમજ મળતી ફરિયાદો મુજબ અમદાવાદ શહેરમાં આજે તો ઓવરલોડિંગ ડમ્પરો પણ પૂરઝડપે દોડતાં હોય છે અને લોકોને અડફેટે લેતા હોય છે,લોકોમાં એ વાતની ખાસ ચર્ચા ચાલી રહી છે કે શહેરમાં ટ્રાફિક તંત્ર સક્રિય છે અને દરેક ચાર રસ્તે સી.સી.ટી.વી કેમેરા આવેલા છે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહનચાલકો કે જેમા ઓવર સ્પીડ,કારચાલકે બેલ્ટ ન બાધ્યા હોય,પેસેન્જર વાહનો,રોડ ઉપર પાર્કિંગ કે પછી ગેરકાયદે .પ્રવેશ જેવા ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકોને ઘરે મેમો આવે છે અને ક્યારેક વાહનચાલકોના લાઈસન્સ રદ કરાતાં હોવાની પણ સજા કરવામાં આવે છે ત્યારે જે જગાઓ ઉપર સી.સી.ટી.વી. લાગ્યા છે તે રસ્તાઓ ઉપરથી જ ઓવર લોડિગ,ઓપર સ્પીડ ડમ્પરો પસાર થઈ રહ્યા છે તેમની સામે ટ્રાફિક તંત્ર કેમ મહેરબાન છે તે જ લોકોને સમજાતું નથી.
વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ડમ્પરચાલકો જ્યારે બેફામ ડ્રાઈવિગં કરીને લોકોને લુલા-લંગડા કરી દે છે અથવા તો મોતના મુખમાં ધકેલી દે છે ત્યારે તેના ચાલકો પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાય છે અને કહેવામાં કોઈ ખોટુ પણ નથી કે ડમ્પરોના માલિકો પૈસા,પાવર અને વગથી છોડાવી પણ જાય છે અને શહેરના રોડ ઉપર ફરીથી મોતનો સિલસિલો શરૂ થઈ જાય છે અને જવાબદારો માત્ર અને માત્ર તમાશો નિહાળી રહ્યા છે.