વસ્ત્રાપુર તળાવ ખાતે પત્રકારો પર હુમાલને લઈને રાજ્યકક્ષાની સંકલન સમિતિની બેઠક

વસ્ત્રાપુર તળાવ ખાતે પત્રકારો ની બેઠક
જૂનાગઢમાં થયેલ પત્રકારો પર હુમલાને સંદર્ભે રાજ્યકક્ષાની સંકલન સમિતિ દવારા પત્રકારો ની બેઠક નું આયોજન કરાયું તમામ દિગ્ગજ, વરિષ્ઠ અને યુવા પત્રકારો રહ્યા ઉપસ્થિત
પત્રકારો પર હુમાલને લઈને રાજ્યકક્ષાની સંકલન સમિતિની બેઠક
અમદાવાદના તમામ પત્રકારો રહ્યા ઉપસ્થિત
જો સરકાર કોઈ નિર્ણય નહિ કરે તો. લેવાશે પગલાં
પત્રકાર ની સુરક્ષા માટે કડક કાયદો બનાવવાની માંગ
પત્રકારો પોતાના જીવ પર રમી સર્વસ્વ ભૂલી હમેશા મોતના મોઢામાં રહી ને કાર્ય કરતા હોય છે , અને વાત રહી કવરેજ ની તો તમને ખ્યાલ નહિ હોય કે ખેડૂતોના આંદોલનો, પાટીદાર આંદોલનોમાં આજ પત્રકરોએ પણ લોકોની સાથે સાથે લાઠીઓ ખાધી હતી , ખભા પાછળ 20 કિલોની લાઈવ કીટ લઈને આજ પત્રકારો ગમેતેવા સંજોગોમાં પોતાની ફરજ નિભાવતા હોય છે અને સાચી હકીકત પ્રજા સુધી પહોંચાડતા હોય છે. જૂનાગઢમાં પત્રકારો પરના હુમલાને ગુજરાતના પત્રકારો દ્વારા વખોડી કાઢવામાં આવ્યો હતો તેને અનુસંધાને આ ઘટનાનો વિરોધ પ્રદર્શિત કરવા અને પત્રકારોની સુરક્ષા માટે કાયદો બનાવવાની માંગણી સાથે અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ના બગીચા માં રાજ્યકક્ષાની સંકલન સમિતિ દવારા તમામ પત્રકારો ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકારોની સુરક્ષાને ને લઈને. સાથે સાથે અનેક નવા કાયદાઓ પત્રકાર માટે બનાવવામાં આવે તેની ચર્ચા કરવામાં આવી હતી. આ પત્રકાર બેઠક માં તમામ પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા, રેડિયો, સોશ્યિલ મીડિયા, વેબપોર્ટલ અને અન્ય તમામ રીતે પત્રકારિત્વ ક્ષેત્રે જોડાયેલાં વરિષ્ઠ તેમજ યુવા પત્રકાર મિત્રો જોડાયા હતા જેમાં તેઓ દવારા આગળ ના દિવસો માં ઘડનારી રણનીતિ અંગે જાણકારી આપી હતી ગુજરાતમાં અવારનવાર પત્રકારો પર હુમલાઓ થઇ રહ્યા છે જેને જોતા પત્રકાર જગત માં ચિંતા નું મોજું જોવા મળી રહ્યું છે પત્રકારો જ સુરક્ષિત નથી તો આમ પ્રજા તો ક્યાં રેહવાની. આ બાબતે ગંભીર ચર્ચા કરતા તમામ વરિષ્ટ પત્રકારો દવારા પોતાની પ્રતિક્રિયાઓ રજુ કરવામાં આવી હતી અને આ સંદર્ભે આગળ કરવામાં આવનાર કાર્યની રજુઆત કરવામાં આવી હતી ઉપસ્થિત તમામ પત્રકાર ગણ દવારા જૂનાગઢ માં થયેલ પત્રકારો પર થયેલ લાઠીચાર્જ ની ઘટના ને વખોડી કાઢી હતી
બાઈટ
દિલીપકાકા- વરિષ્ઠ પત્રકાર
પદ્મકાંત ત્રિવેદી – વરિષ્ઠ પત્રકાર