સમભાવ ફાઉન્ડેશન દ્રારા ચાલતાં કૌશલ્ય કેન્દ્રમાં ચાલતી ધુપ્પલબાજી-મોટી મોટી કંપનીઓના બોગસ ઓફર લેટર બનાવી સરકાર દ્રારા ફાળવાતાં સી. એસ. આર. .ફંડને ચ્યાઉ કરી જવાના પેંતરા?!

અમદાવાદના સરખેજ ધોળકા રોડ પર સ્થિત સમભાવ ફાઉન્ડેશનના કાળાં કારનામાં-સરકારી રૂપિયા ચ્યાઉ કરી જવાના ગોરખધંધા ?!
સમભાવ ફાઉન્ડેશન દ્રારા ચાલતાં કૌશલ્ય કેન્દ્રમાં ચાલતી ધુપ્પલબાજી-મોટી મોટી કંપનીઓના બોગસ ઓફર લેટર બનાવી સરકાર દ્રારા ફાળવાતાં સી. એસ. આર. .ફંડને ચ્યાઉ કરી જવાના પેંતરા?!
તાલીમાર્થી યુવાનોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને મોટી મોટી કંપનીઓ જેવી કે મારૂતી સુઝુકી,એમેઝોન,ઝઈડશ કંપની વગેરે કંપનીઓના ઝોબ ઓફર લેટર બનાવીને સરકારની આંખોમાં ધૂળ ઝોંકીને સરકાર દ્રારા ફાળવાતાં સી.એસ આર ફંડના રૂપિયા ઉસેડી લેવાના ગેરકાયદે ધંધા ?!
ખ્યાતનામ કંપનીઓ પણ તેમના લેટરપેડનો દુરુપયોગ કર્યો હોવાથી સમભાવ ફાઉન્ડેશન સામે ડેફરમેશન કરી શકે તેમ છે અને સરકાર તપાસ કરે તો સી.એસ આર ફંડના કરોડો રૂપિયા ચ્યાઉં થઈ ગયા હોવાનું મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા !
બેરોજગાર યુવાનોને રોજગારી મળે તે આશયથી સરકાર દ્રારા સી.એસ આર ફંડ આપીને યુવાનોને તાલીમ આપવામાં આવી રહી છે અને તે માટે જે તે સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર એટલે કે કૌશલ્ય વિકાસ કેન્દ્રોને મોટું ફંડ આપવામાં આવી રહ્યુ છે જેમાં મોટા કૌભાંડો ચાલતાં હોવાની અને સરકારની આંખોમાં ધૂળ ઝોંકીને રૂપિયા હજમ કરી લેવામાં આવતાં હોવાની વિગતો બહાર આવી છે જે પૈકી અમદાવાદના અદાણી પંપ પાછળ,મકરબા,એસ.જી.હાઈવે ઉપર આવેલ સમભાવ ફાઉન્ડેશનમાં તેના સંચાલકોએ સી.એસ આર ફંડમાં મોટું કૌભાંડ કરીને લાખો રૂપિયા ચ્યાઉં કરી જવાનુ ષડયંત્ર કર્યુ છે.
પ્રાપ્ત માહિતી તેમજ મળેલ વિગતો મુજબ અમદાવાદના સરખેજ ધોળકા સ્થિત સમભાવ ફાઉન્ડેશન દ્રારા કૌશલ્ય વિકાસ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે જ્યાં યુવાનોને કમ્પ્યુટર લક્ષી વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે,પણ અહિ તાલીમના નામે મોટી છેતરપીંડી યુવાનો સાથે થતી હોવાની સનસનીખેજ વિગતો મળી છે,જેમાં તાલીમાર્થી યુવાનોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને મોટી મોટી કંપનીઓ જેવી કે મારૂતી સુઝુકી,એમેઝોન,ઝઈડશ કંપની વગેરે કંપનીઓના ઝોબ ઓફર લેટર બનાવીને સરકારની આંખોમાં ધૂળ ઝોંકીને સરકાર દ્રારા ફાળવાતાં સી.આર.સી.ફંડના રૂપિયા ઉસેડી લેવામાં આવી રહ્યા છે.આ ઓફર લેટરની ન તો તાલીમાર્થીઓને કંઈ ખબર હોય છે કે ન તો કંપનીઓને તેની જાણ હોય છે પણ ઓનપેપર બતાવવા આ
ઓફર લેટર કંપનીના લેટર પેડનો ખોટો ઉપયોગ કરીને કાઠવામાં આવી રહ્યા છે જેની નીચે ઓથોન્ટીક સહિ સિક્કા પણ હોય છે.
મળતી વધુમાં વિગતો મુજબ તાલીમાર્થીઓ પાસેથી જ આ જાણકારી મળી છે ત્યારે સમભાવ ફાઉન્ડેશનના આ કાળાં કારનામાઓ ઉપરથી પર્દાફાશ થયો છે અને અત્યાર સુધી કદાચ લાખો નહિં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યુ હોવાની શક્યતા સેવાઈ રહી છે.આમ,સમભાવ ફાઉન્ડેશને ન માત્ર તાલીમાર્થીઓના ભાવિ સાથે ચેડાં કર્યા પણ કંપનીઓની શાખને પણ બદનામીનો બટ્ટો લગાડ્યો છે જેથી ખ્યાતનામ કંપનીઓ પણ સમભાવ ફાઉન્ડેશન સામે ડેફરમેશન કરી શકે તેમ છે અને સરકાર તપાસ કરે તો સી.આર.સી.ફંડના કરોડો રૂપિયા ચ્યાઉં થઈ ગયા હોવાનું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.