ક્રાઇમ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતાં ભ્રષ્ટ્રાચારી ખેલો એ.સી.બી.ના સકંજામાં ઝડપાયા!!

 સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતાં ભ્રષ્ટ્રાચારી ખેલો એ.સી.બી.ના સકંજામાં ઝડપાયા!!
 સુરત મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને પટાવાળા રૂ.2,50,000 ની લાંચ સ્વીકારતાં એ.સી.બી.ના ગાળિયામાં ભેરવાયા
 એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એ.સી.બી.એ છટકુ ગોઠવ્યુ હતું
 સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટ્રાચારની રિતરસમો ચાલું જ છે અને એ.સી.બી. દ્રારા ઔર ચોકસાઈ રાખવામાં આવે તો પાલિકાના હેલ્થ વિભાગથી માંડીને ઘણા વિભાગોમાં ચાલતી ગેરરીતીઓ છાપરે ચડીને પોકારે તેમ છે?!
સુરત મ્યુનિ.કોર્પોરેશનના મોટા ભાગના વિભાગોમાં લાંચ રૂશ્વત લેવાનો સિલસિલો ચાલું જ છે,જેમાં આરોગ્ય વિભાગ,એસ્ટેટ વિભાગ હોય કે દબાણ વિભાગ હોય કે પછી બાંધકામ વિભાગ હોય,જવાબદાર અધિકારીઓ હાથમાં તેટલું બાથમાં લેવાની વૃત્તિ ધરાવતા થઈ ગયા છે,હદ તો ત્યારે થાય છે જ્યારે જાગૃત નાગરિકો આર.ટી.આઈ.હેઠળ માહિતી માંગે છે તેમ છતાં અધિકારીઓ માહિતી આપવામાં પણ ઠાગાઠૈયા કરી રહ્યા હોય છે અને ખરા-ખોટા કામો છુપાવવાની કોશિશ કરતાં હોય છે પણ ભાંડો તો ત્યારે જ ફૂટે છે જ્યારે એ.સી.બી.ના હાથમાં રંગે હાથ ઝડપાઈ જાય છે અને હાલમાં સુરત મહાનગર પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ તેજસ પ્રકાશચંદ્ર આરીવાલા (વર્ગ -૨)ના કહેવાથી પાલિકાના પટાવાળા લાલુભાઇ ભીખુભાઇ પટેલે (વર્ગ -૪) રૂ.૨,૫૦,૦૦૦/- ની લાંચ લેંતા એ.સી.બી.ના સકંજામાં આબાદ ઝડપાઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી તેમજ મળેલ ફરિયાદો મુજબ એક જાગૃત નાગરિકે એ.સી.બી.ને કરેલ ફરિયાદ મુજબ ફરીયાદીને સુરત મહાનગર પાલિકા તરફથી ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર મળેલ તેના સીક્યુરીટી ડીપોઝીટ પેટે ફરીયાદીએ નાણાં જમા કરાવેલા તે નાણા પરત મેળવવા ફરીયાદીએ અરજી કરેલ જે અનુસંધાને સુરત મહાનગર પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ તેજસ પ્રકાશચંદ્ર આરીવાલાએ ફરીયાદીને રુબરુ બોલાવી નાણા પરત કરવાના અવેજ પેટે રૂ.૨,૫૦૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ પાલિકાના પટાવાળા લાલુભાઇ ભીખુભાઇ પટેલને આપી દેવા જાણાવેલ. જેથી ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપેલ જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા, પાલિકાના પટાવાળા લાલુભાઇ ભીખુભાઇ પટેલે લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી પંચોલી સોસાયટી ધર નં.૪૪ ની આગળ ધોડદોડ રોડ સુરત સ્થળ ઉપર પકડાઇ ગયેલ, બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
જો કે સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટ્રાચારની રિતરસમો ચાલું જ છે અને એ.સી.બી. દ્રારા ઔર ચોકસાઈ રાખવામાં આવે તો પાલિકાના હેલ્થ વિભાગથી માંડીને ઘણા વિભાગોમાં ચાલતી ગેરરીતીઓ છાપરે ચડીને પોકારે તેમ છે.

.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button