માત્ર ૧૪ વર્ષ ની ઉમર અમૃત કાકા નીર હતી.બ્રિટીશ શિક્ષણનો વિરોધ, અંગ્રેજોના વિરોધ સામે સૂત્રોચ્ચાર કરી અંગ્રેજોથી બચવા છ માસ સુધી ખેતરોમાં છુપાયા હતા

રિટાયર્ડ DYSP પોલીસ અધિકારી તરુણભાઈ બારોટના પૂજ્ય પિતાશ્રી અમૃતભાઈ ભોગીલાલ બારોટ મૂળ વતન કલોલ હાલ અમદાવાદ તારીખ 15 ડિસેમ્બરના રોજ વહેલી સવારે દેવલોક પામેલ છે. તેમની અંતિમ યાત્રા આજે તારીખ 15 ડિસેમ્બરના સાંજે 4:00 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળીને ચામુંડા પોટલીયા સ્મશાને જશે. 95 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે.તરુણભાઈના પિતા છેલ્લા 50 વર્ષ થી નિવૃત જીવન જીવી રહ્યા હતા. તેઓએ કોરોના ના સમયમાં બે મહિનામાં 10 લાખથી વધુ ગરબી લોકોને ભોજન તેમજ જરૂરી સારવાર મળી રહે તે માટે થઈ તે માટે બાપુનગર ભીડભંજન મંદિર ખાતે સેવા આપી હતી.
રિટાયર્ડ DYSP પોલીસ અધિકારી તરુણભાઈ બારોટના પિતા અમૃતભાઈ ભોગીલાલ બારોટ નું વેહલી સવારે દેવલોક પામ્યા….
મૂળ વતન કલોલ હાલ અમદાવાદ આજે વહેલી સવારે દેવલોક પામ્યા….
અંતિમ યાત્રા આજે સાંજે 4:00 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળીને ચામુંડા પોટલીયા સ્મશાને જશે. …..
95 વર્ષેની ઉંમરે નિધન થયું……
તરૂણભાઈ બારોટ નિવૃત ડીવાયએસપી કલોલના પિતાશ્રી અમૃતભાઈ બારોટનો આજે જન્મદિવસ દિવસ છે.અદના સમાજ સેવક, સ્વાતંત્ર્ય સેનાની અને આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ ના સ્થાપક એવા પરમવંદનીય શ્રી અમૃતકાકા આજે ૯૨માં વષૅમાં પ્રવેશે છે.૧૯૪૨માં હિન્દ છોડો આંદોલનમાં કિનારીવાલા શિબિરમાં આઝાદીના લડવૈયા રવિશંકર મહારાજની અધ્યક્ષતામાં આઝાદીની ચળવળમાં કામગીરી કરી.ઈંટોલા(વડોદરા) માં એક મહિના સુધી શિબિરમાં એમની સાથે રહ્યા હતા ત્યારે અમૃતકાકાની ઉંમર માત્ર ૧૪ વર્ષ ની હતી.બ્રિટીશ શિક્ષણનો વિરોધ, અંગ્રેજોના વિરોધ સામે સૂત્રોચ્ચાર કરી અંગ્રેજોથી બચવા છ માસ સુધી ખેતરોમાં છુપાયા હતા.
આજે આ ઉંમરે પણ યુવાનોને શમૉવે તેવી સ્ફૂર્તિથી છેલ્લા ૨૬ વર્ષથી નિયમિત રીતે સવારે ૪.૦૦ થી ૬.૦૦ પ્રભાતફેરી નીકાળે છે.
એમના દ્રારા સ્થાપિત “આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ”દ્રારા સદાવ્રત છેલ્લા ૨૬ વર્ષથી કાર્યરત છે જેમાં ૫૦૦ ઉપરાંત ગરીબ લોકો ભોજન પ્રસાદ કરે છે તથા દર મહિને સિવિલમાં ૫૦ ટીફીન પણ પહોંચાડવાનું સદકાયૅ કરે છે
આવા કમૅવીર, સ્વાતંત્ર્ય સેનાની, સંનિષ્ઠ જ્ઞાતિરત્ન અને અદના સમાજસેવક એવા પરમવંદનીય શ્રી અમૃતકાકાના જન્મદિવસ નિમિત્તે “સમસ્ત બ્રહ્મભટ્ટ સમાજ સેવા સેતુ મંચ” હ્દયપૂવૅક શુભેચ્છાઓ પાઠવે છે. અમૃતકાકા સારા સ્વાસ્થય અને તેઓ દ્રારા સદ્ કાયૅની પરબ અવિરતપણે ચાલ્યા જ કરે એવી
પરમકૃપાળુ પરમાત્મા વંદના કરીએ છીએ.