ખેડામાં શેખુપુર ગામની પ્રાથમિક શાળામાં સ્લેબ ધરાશાયી થતાં ત્રણ વિધાર્થી ઘાયલ ?

રાજ્યના શિક્ષણ તંત્રમાં પોલમ્ પોલ અને લોલમ્ લોલ ?!
ખેડામાં શેખુપુર ગામની પ્રાથમિક શાળામાં સ્લેબ ધરાશાયી થતાં ત્રણ વિધાર્થી ઘાયલ
ઘણી સરકારી શાળાઓ સમારકામની રાહમાં-ભ્રષ્ટ્રાચારીઓ તકની ચાહમાં?!
રાજ્યમાં પ્રાથમિક સરકારી શાળાઓ પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે તો પછી તે જાય છે કયાં?!
પ્રજા ઘોર નિંદ્રામાં અને કમરના હાડકા વગરની ગુલામ બની ગઈ છે અને તેથી શિક્ષણ તંત્ર ધાર્યુ ધણીનું કરે છે!!
ગુજરાતમાં શિક્ષણ પાછળ સરકાર દ્રારા લખલૂંટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે.અને સરકારી શાળાઓ ઉપરાંત ગ્રાન્ટેટ શાળાઓ તેમજ વિધાર્થીઓ ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના બાળકો સારૂ શિક્ષણ મેળવી સાક્ષર બની તેનું ભવિષ્ય ઉજવળ બનાવે તે માટે કરોડો રૂપિયા રાજ્ય સરકાર દ્રારા ફાળવવામાં આવે છે,વિધાર્થીઓ પુરતી સાધન-સુવિધા સાથે અને સારા વાતાવરણમાં અભ્યાસ કરે તે માટે સરકાર કટિબધ્ધ છે,તે માટે કોઈ પણ પ્રકારનો બાંધછોડ કરવા તૈયાર નથી,આવી વાતોથી હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને દિયા તળે અંધેરાની જેમ આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓની પ્રાથમિક સરકારી શાળાઓમાં ગરીબ-મધ્યમવર્ગના બાળકોને સારુ શિક્ષણ કે સારી સાધન સુવિધા ન મળતી હોય તેવુ લાગી રહ્યુ છે કારણ ખેડા જિલ્લાના શેખુપુર ગામમાં આવેલ પ્રાથમિક શાળાનો સ્લેબ ધરાશાયી થતાં ત્રણ વિધાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે,જેઓ માંડ માંડ ઉગરી ગયા.ત્યારે આ બાબતે વાલીઓમાં આક્રોશ ફાટી નિકળ્યો છે અને ખખડધજ ઓરડાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓની ચિંતા સેવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી તેમજ મળતી ફરિયાદો મુજબ દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયા શિક્ષણ પાછળ વપરાતાં હોવાની મોટી મોટી વાતો થાય છે,પણ ખરેખર જો શિક્ષણ પાછળ રૂપિયા ખર્ચાતા હોય તો આવા બાળકોને સહન કરવાનું ક્યાંય આવે છે. ખેડામાં શેખુપુર ગામની પ્રાથમિક શાળામાં સ્લેબ ધરાશાયી થતાં માંડ માંડ વિધાર્થીઓ બચ્યા છે ત્યારે આવી અને આનાથી પણ જોખમી શાળાઓ સમારકામની રાહ જોઈને બેઠી છે પણ તંત્રનું ઘ્યાન જાણે કે હજુ સુધી તે તરફ ગયુ નથી.એક સમયે આજ સ્કુલને સ્કુલ ઓફ એક્સલન્સ તરીકે સાહેબે બિરદાવી હતી ત્યારે આ એ જ સ્કુલ છે જેના પોપડા ખરી રહ્યા છે.જો કે પ્રજા ઘોર નિંદ્રામાં છે અને કમરના હાડકા વગરની ગુલામ બની ગઈ છે અને તેથી શિક્ષણ તંત્ર ધાર્યુ ધણીનું કરે છે અને ગરીબ-મધ્યમવર્ગના બાળકોના ભાવિ અને જીંદગી સાથે ખેલી રહ્યુ છે.