અમદાવાદ શહેરમાં લગામ વગરના ઘોડાની જેમ દોડતાં ડમ્પરો ગમે ત્યારે ગમે તેને મોતના મુખમાં ધકેલી દે તેમ છે?!

તા.14/12/2023
અમદાવાદના નરોડામાં આવેલા હંસપુરામાં બેફામ અને બેલગામ બનેલ ડમ્પરો?!
અમદાવાદ શહેરમાં લગામ વગરના ઘોડાની જેમ દોડતાં ડમ્પરો ગમે ત્યારે ગમે તેને મોતના મુખમાં ધકેલી દે તેમ છે?!
જવાબદારો બેજવાબદાર બનીને મુકપ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે?!
હંસપુરામાં સ્કુલ-કોલેજના વિધાર્થીઓ માટે ખતરનાક બની રહેલ ડમ્પરો
વિધાર્થીઓના જીવનું જોખમ બનેલ આ ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની તાતી જરૂર
અમદાવાદ શહેર એટલે સતત ધમબતુ અને ધમકતું ગુજરાતનુ મોસ્ટ ફેવરેટ શહેર જ્યાં ધંધા રોજગાર માટે લાખો લોકોની સતત અવજ જવર રહેતી હોય છે.અને મોટા મોટા ઉધોગો અને કારખાના-ફેકટરીઓ ચારે બાજુએ ધુમ ચાલી રહી છે,તેમાં ધંધા રોજગાર માટે અને સરકારી કોન્ટ્રાક્ટ લીધેલા કોન્ટ્રાક્ટરો દ્રારા રોડ-રસ્તાના કામો માટે માલની અવર જવર માટે ડમ્પરો ચાલતાં હોય છે,જે શહેરમાં ભારે અરાજકતાં સર્જી રહ્યા છે.બેફામ અને બેલગામ ચાલતાં ડમ્પરો ઘણા લોકોને એક્સિડેન્ટ કરીને મોતના મુખમાં ઘકેલી દીધા છે અને તેઓના ડ્રાઈવરો તેમના માલિકોની લાગવગ અને પૈસાના જોરે આજે પણ આઝાદ થઈને ફરી રહ્યા છે.અમદાવાદના નરોડામાં આવેલા હંસપુરામાં પણ ડમ્પરો બેફામ બન્યા છે,આ ડમ્પરોના ચાલકો ડમ્પરો ઓવરલોડિંગ હોવા છતાં પુરપાટ ઝડપે દોડતાં હોય છે અને અકસ્માતો સર્જતા હોય છે.
પ્રાપ્ત માહિતી તેમજ મળેલ ફરિયાદો મુજબ અમદાવાદના નરોડામાં આવેલા હંસપુરામાં સાંજ સવાર વિધાર્થીઓ સ્કુલ તથા કોલેજમાં જતાં હોય છે,જે બેફામ દોડતાં ડમ્પરોની અડફેટે ગમે ત્યારે આવી શકે છે અને વિધાર્થીઓના જીવનું જોખમ બની શકે છે.અહિં ખનીજ માફિયાઓએ માઝા મૂકી છે અને તેથી ખનીજ ભરેલા ડમ્પરો સતત બેફામ ગતિએ દોડતાં હોય છે. સવાલ એ થાય છે કે શુ આ ઓવરલોડિંગ ડમ્પરોના ચાલકો કે માલિકો પાસે વજન કાંટા ચિઠ્ઠી કે રોયલ્ટીના કાગળ હોય છે ખરાં ,કોણ તપાસ કરે?! જવાબદારો તો બેજવાબદાર બનીને હંમેશા મુકપ્રેક્ષક બનીને તમાશો નિહાળતાં હોય છે,ત્યારે વિધાર્થીઓના જીવનું જોખમ બનેલ આ ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની તાતી જરૂર છે.