વિશાખા ડબરાલ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ અમદાવાદ શહેરનાઓની સ્વચ્છતા અભિયાન અંગે પ્રશંસનીય કામગીરી

વિશાખા ડબરાલ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ અમદાવાદ શહેરનાઓની સ્વચ્છતા અભિયાન અંગે પ્રશંસનીય કામગીરી
નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ તરીકે વિશાખા ડબરાલ નાઓની નિમણુક તા.૦૧/૦૮/૨૦૨૩ ના રોજ થયેલ ત્યાર બાદ ઝોન-૩ હસ્તકના પોલીસ સ્ટેશન,પોલીસ ચોકીઓ, પોલીસ લાઇનની વિઝીટો કરી પોલીસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અંગેનો આગ્રહ રાખી ઝુંબેશ હાથ ધરવા અને મુદામાલ નિકાલ કરવા અંગે સુચનો કરેલતા.૦૨ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ મહાત્માં ગાંધીજીની શ્રધ્ધાંજલી આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા ઝુંબેશ જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ તે અન્વયે ઝોન કચેરી તેમજ તાબાની શાખા/કચેરીઓ, પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન ખાતે મુલાકાત લઇ તાબાના અધિકારી/પોલીસ કર્મચારીઓ દ્વારા સાથે સંયુક્ત રીતે શ્રમદાન કરી સ્વચ્છતા ઝુંબેશ અંગે ઉત્તમ કામગીરી કરાવેલ.તેમજ મે.પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓની સુચનાથી મે. પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી સેકટર – ૧ અમદાવાદ શહેરનાઓની સૂચના મુજબ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ શરૂ કરેલ જે બાબતે તાબાની કચેરીઓ પોલીસ રહેણાંક ખાતે સધન કાર્યવાહી કરાવી અમલવારી કરી સ્વચ્છતા અંગેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.