વિકાસના નામે વૃક્ષોનો વિનાશ કેટલું વ્યાજબી?! વૃક્ષો કહે છે હું પણ એક જીવ છું પણ કોઈ સાંભળવા તૈયાર નથી!!

તા.21/12/2023
અમદાવાદના એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધીના માર્ગ ઉપર લીલાછમ વૃક્ષોનું નિકંદન!!
વૃક્ષો કહે છે હું પણ એક જીવ છું પણ કોઈ સાંભળવા તૈયાર નથી!!
વિકાસના નામે વૃક્ષોનો વિનાશ કેટલું વ્યાજબી?!
વધુ વૃક્ષો વાવોની સરકારની ઝુંબેશ ઉપર પાણી ફેરવી નાખતાં કોન્ટ્રાકટરો?!
વૈશ્વિક ગ્લોબિંગ એક મહા સમસ્યા બની ગઈ છે જેનું મુખ્ય કારણ પ્રદૂષણ અને આ પ્રદૂષણ મનુષ્ય,પ્રાણી,પશુ અને પૃથ્વી ઉપરના દરેક જીવ માટે જોખમી પુરવાર થઈ રહ્યુ છે જો કે તેની અગમચેતી અનુસાર સરકારે વૃક્ષોનું વાવેતર શરૂ કરી દીધુ છે અને વૃક્ષ મહોત્સવ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોને મહત્વ આપીને લોકોમાં જાગૃત લાવવાની ઝુંબેશ હાથ ધરી છે.અને વૃક્ષો કાપતાં લોકો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવી રહ્યા છે અને વનવિભાગ જંગલોમાં પણ વૃક્ષ છેદન સામે કડી નજર રાખી રહ્યુ છે પણ શહેરોમાં જ વિકાસના નામે વૃક્ષોનો વિનાશ કરવામાં આવી રહ્યો છે તેનું શું ?!
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરની જ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં વિકાસે હરણફાળ ભરી છે અને ચોમેર વનરાજીના જંગલો નહીં પણ કોક્રિંટના જંગલો ઉભા થઈ રહ્યા છે અને તેમાં આડે આવતાં વૃક્ષોનો પણ ખાત્મો બોલાવવામા આવી રહ્યો છે,જેમ કે શહેરના એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધી રોડ-રસ્તાના નવીકરણની કામગીરી થઈ રહી છે પણ આજુબાજુના વૃક્ષોનો સોથ વાળી દેવામાં આવ્યો છે.વિકાસના નામે લીલાશમ વૃક્ષોનો સોથ વાળી દેવામાં આવ્યો છે,લીલાને લીલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યુ છે.અહિં વૃક્ષો પણ કહે છે કે હું પણ એક જીવ છું પણ દયા નામે કોઈનામાં કશુ જોવા મળતું નથી.અહિં અસંખ્ય લીલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે,ત્યારે એક બાજુ સરકાર વધુ વૃક્ષો વાવવાની ઝુંબેશ હાથ ધરી છે અને બીજી બાજુ વિકાસના નામે વૃક્ષોનો જ વિનાશ થઈ રહ્યો છે ત્યારે લોકોમાં વિરોધ શા માટે થતો નથી તે પણ એક સવાલ છે.