મનોરંજન
સબડકો શબ્દ”નો શીર્ષકતળે કવિસંમેલન નું ટી પોસ્ટ દેસી કાફે ખાતે ખાસ આયોજન

*”સબડકો શબ્દ”નો શીર્ષકતળે કવિસંમેલન નું ટી પોસ્ટ દેસી કાફે ખાતે ખાસ આયોજન.*
અમદાવાદના જાણીતા ટી પોસ્ટ દેસી કાફે સિંધુ ભવન ખાતે તા. 29 ડિસેમ્બરે રાત્રે શિયાળા ની ઠંડી માં એક ખાસ કવિસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું.
“સબડકો શબ્દનો” શીર્ષકતળે ગુજરાત ના નામાંકિત કવિઓ કૃષ્ણ દવે, ભાવેશ ભટ્ટ, ભાવિન ગોપાણી, હર્ષવી પટેલ દ્વારા સુંદર કવિતાઓની રજુવાત કરવામાં આવી હતી અને ગુજરાત ના જાણીતા કવિ રઈશ મણીયાર ના સંચાલનમાં કાર્યક્રમનું આયોજન થયું હતું.
ટી પોસ્ટ દેસી કાફેના દર્શન દાસાની, સમીર દાસાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કવિઓનું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાતી મનોરંજન જગતના જાણીતા કલાકારો ઓજસ રાવલ, હેમાંગ દવે, મિત્રા ગઢવી સાથે જ સોસીયલ મીડિયા માં જાણીતા પોઝિટિવ પાજી પણ ઉપસ્થિત રહ્યા હતા.
દર્શકોએ દરેક કવિઓને વાહ વાહ ના આસ્વાદ સાથે વધાવ્યા હતા.