શાળામાં મધ્યાન ભોજનમાં જમ્યા બાદ 50 જેટલા બાળકોની જીભ કાળી પડી જતા વહીવટી તંત્રની ટીમ દ્વારા શાળામાં તપાસ હાથ ધરવામાં આવી

રાજસ્થાન સરહદને અડીને આવેલ ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ પ્રાથમિક શાળામાં સોમવારના બપોરના સમયે મધ્યાન ભોજનમાં બનાવેલ ખીચડી બાળકો આરોગતા 50 જેટલા વિદ્યાર્થીઓની જીબ કાળી પડી જતા દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ અને મધ્યાન ભોજન મામલતદાર ની ટીમ ઘટનાએ સ્થળે પહોંચી હતી અને આઠ જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તેમને ઘરે મૂકવામાં આવ્યા હતા તો બીજા દિવસે આરોગ્ય વિભાગની અને ફૂડ વિભગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જેમાંથી ખીચડી બનાવવામાં આવી હતી તે દાળ ચોખા તેલ અને મસાલાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.. બીજા દિવસે ત્રણથી ચાર બાળકોની જ જીભ કાળી જોવા મળી હતી અને અન્ય બાળકો ની તબિયત સારી હોવાથી તમામ બાળકો શાળાએ પણ આવ્યા હતા અને બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો..
ધાનેરા તાલુકાની ડુંગડોલ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજનમાં ખીચડી ખાધા બાદ બાળકોની જીભ કાળી પડી જતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો વાલીઓની માંગ હતી કે તાત્કાલિક આની તપાસ કરવામાં આવે અને જે ગુનેગાર હોય તેને સજા આપવામાં આવે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો.. ઘટનાના 24 કલાક બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સેમ્પલો લીધા હતા સોમવારે બપોરના સમયે જ્યારે ઘટના બની ત્યારે ધાનેરા મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફૂડ વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી પરંતુ 24 કલાક બાદ ફૂડ વિભાગની ટીમ સેમ્પલ લેવા પહોંચતા વાલીઓના રોષ જોવા મળ્યો હતો.. જે ભોજન ગઈકાલે બનાવવામાં આવ્યું હતું તે ભોજન નષ્ટ કરી દેવામાં આવ્યું હતું અને આજે ફૂડ વિભાગની ટીમ એ માત્ર જેમાંથી ભોજન બનાવવામાં આવ્યું હતું તે ખાદ્ય સામગ્રીના જ સેમ્પલો લીધા હતા.. અત્યારે તો બાળકોની તબિયત સારી થતા શિક્ષકો વાલીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો છે પરંતુ આ બાળકોની જીભ કાળી કઈ રીતે પડી તેને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે..
*રિપોર્ટર.. હિતેશભાઈ પુરોહિત ધાનેરા