આરોગ્ય

 સુરત મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ભ્રષ્ટ્રાચારના તાતાથૈયા ?!

 સુ.મ્યુ.કો.ના હેલ્થ વિભાગના એમ.એચ.ઓ.ની કરણી એવી કે બેનામી સંપત્તિઓની મિલકતો ખરીદાઈ ?!

 મેડિકલ હેલ્થ ઓફિસર એમ.ઓ.એચ ની પત્નીના નામે,નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાંકલ ગામમાં સુરત જિલ્લાના મજુરા તાલુકાના ઉમરા ગામમાં કરોડોની જમીન તથા સુરત શહેરમાં ફ્લેટ,કરોડો રૂપિયાનો શેડ(ગોડાઉન),અંદાજિત 2.5 કરોડનું ફાર્મ હાઉસ..આટવી અધધધ કહિ શકાય તેટલી મિલકત આવી કયાંથી?!

 એક સરકારી અધિકારી પાસે આટલી બધી એકાએક મિલકતો આવી ક્યાંથી શુ કોઈ લોટરી લાગી કે સરકારનું જ કરી નાખ્યુ?!
 નેશનલ હેલ્થ મિશનના આર.ડી.રમ્યા મોહન(ગાંધીનગર)ના ઓડિટ શું એમ જ થઈ ગયા કશુ પકડાયું કેમ નહીં-.

 

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગને સુરતવાસીઓની સુખાકારી માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ કરોડો રૂપિયાની સહાય મળી રહી છે પણ ખાટલે મોટી મોકાણ એ છે કે અહિ આ રૂપિયાથી સુરતવાસીઓનું આરોગ્ય સુધરે કે ન સુધરે પણ સુરત મ્યુનિ.કોર્પોરેશનના કેટલાંક અધિકારીઓને ઘી-કેળાં આરોગવા મળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી તેમજ મળતી ફરિયાદો મુજબ સુરત મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ખુદ વાડ જ ચીભડા ગળતી હોય તેવો ઘાય ઘડાયો છે એટલે કે કોર્પોરેશનના હેલ્થ વિભાગના એમ.ઓ.એચ ને જ જલ્સા પાણીને જલ્વા થઈ ગયા છે.આજના દિવસમાં ગણત્રી કરીએ તો એમ.ઓ.એચ ની પાસે કરોડો રૂપિયાની મિલકત હોય તેવી હકીકત જાણવા મળી છે.? કહેવાય છે કે સુરત મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના મેડિકલ હેલ્થ ઓફિસર(એમ.ઓ.એચ )ને મળે છે તો સરકારી ધારાધોરણ મુજબ પગાર પણ આજે તેમની પાસે કરોડોની મિલકત છે જે આવી કયાંથી તેની જ ચર્ચા પ્રજામાં ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી તેમજ સુત્રો દ્રારા જાણવા મળેલ માહિતી મુજબ સુરત મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ફરજ બજાવતા મેડિકલ હેલ્થ ઓફિસર એમ.ઓ.એચ ની પત્નીના નામે કરોડોની જમીન,નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાંકલ ગામમાં તેમની પત્નીના નામે લગભગ 46 વિઘા જમીન એટલે કે કરોડો રૂપિયાની જમીન બોલિ છે.તો સુરત જિલ્લાના મજુરા તાલુકાના ઉમરા ગામમાં તેમની પત્ની ના નામે આશરે 5-30 વિધા જમીન બોલે છે અને બીજે 4-30 વિઘા જમીન બોલે છે,તે ઓછુ પડતું હોય તેમ તેમનો સુરત શહેરમાં ફ્લેટ,કરોડો રૂપિયાનો શેડ(ગોડાઉન),અંદાજિત 2.5 કરોડનું ફાર્મ હાઉસ શું ખરેખર આટલી સંપત્તિ અને આમ તો છાપરે ચડીને હકીકત બહાર આવેલી વિગતો છે પણ તેમના છુપી મિલકત કેટલી છે તે તો એ.સી.બી.ડિકોય ગોઠવે તો જ બહાર આવે તેમ છે. નેશનલ હેલ્થ મિશનના આર.ડી. રમ્યા મોહન(ગાંધીનગર) દ્રારા ઓડિટ કરવામાં આવે છે તો પછી ઓડિટમાં આ વિગતો કેમ બહાર ન આવી તે પણ પ્રજામાં ચર્ચાતી વાત છે. મુજબ સુરત મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ફરજ બજાવતા મેડિકલ હેલ્થ ઓફિસર એમ.ઓ.એચ ની પત્નીના નામે કરોડોની જમીન બોલે છે પણ તેમ છતાં એમ.ઓ.એચ કંઈ બોલવા માંગતા નથી તો તેમનું મોઢૂ કોણ ખોલાવશે તે પણ જાણવા જેવી વાત છે,જો કે પાપનો ઘડો તો એક દિવસ ભરાય જ છે તેમ આ અધિકારીના કામો પણ એક દિવસ ઉઘાડા પડી જશે અને તે વિગતો બહાર આવશે ત્યારે ચોક્કસ સુરત મ્યુનિ.કોર્પોરેશનમાં ભૂકંપ આવ્યા જેવી સ્થિતિ સર્જાવાની છે. સુરત મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ફરજ બજાવતા મેડિકલ હેલ્થ ઓફિસર એમ.ઓ.એચ ના વધુ કારનામા અને બેનામી સંપત્તિની વિસ્ફોટક માહિતી વાંચો આગામી સ્ટોરી માં

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button