ગુજરાત
સાનિધ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યું હતું,

સાનિધ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યું હતું,
વડોદરા ના બાજવા ખાતે આજ રોજ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું,
આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ માં અલગ અલગ ગામડાઓ માંથી પ્રભુતામાં પગલાં પાડતાં 7 નવદંપતિઓએ ભાગ લીધો હતો,
આ સમૂહ લગ્ન નું આયોજન બાજવા ક્ષત્રિય સમાજ ની વાડી માં કરવામાં આવ્યું હતું,
આ સમૂહલગ્ન મહોત્સવ માં વડોદરા ના સામાજિક આગેવાનો તથા આજુબાજુ ના ગામો ના સરપંચ શ્રી ઓ એ હાજરી આપી નવદંપતિ ને આશીર્વાદ આપ્યા હતા,
સાથે સાથે ઘણા યુવક મંડળો દ્વારા આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમહોત્સવ માં સેવા આપવામાં આવી હતી.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)