અમદાવાદમાં જૈન રીલીફ ફાઉન્ડેશન ( JRF ) દ્વારા હેલ્થ કાર્ડ લોન્ચ

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના આશીર્વાદથી અમદાવાદમાં જૈન રીલીફ ફાઉન્ડેશન ( JRF ) દ્વારા હેલ્થ કાર્ડ લોન્ચ કરવા જઈ રહેલ છે.
*જીવન હે બહુ અનમોલ જીવ છે જેમાં સ્વાસ્થ્યનું બહુ મોટું રોલ હોય છે*.
આજના સમયમાં ઘણા બધાને સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ હોય છે. જેમાં કેન્સર, કિડની, હાર્ટની લાગતી બીમારીઓ, હાઇપર ટેન્શન, ડાયાબિટીસ જેવી બીજી અન્ય ઘણી બીમારીઓ હોય છે.
આ બીમારીથી સાજા થવા માટે ડાયગ્નોસ્ટિક લેબ અથવા હોસ્પિટલ જવું પડે છે.
આના ઈલાજ માટે બિલ ના રૂપિયા મધ્યમ વર્ગ ઘણી વાર ચૂકવી શકતી નથી. જેને ધ્યાનમાં રાખીને જૈન રિલીફ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે એક અનોખી પહેલ રચવામાં આવી છે. જૈન રિલીફ ફાઉન્ડેશન 2015 – 16 થી કાર્યરત છે.
જૈન રિલીફ ફાઉન્ડેશન હાલમા કુલ ૫ રાજ્યોમા કાર્યકત છે અને હૈદરાબાદમાં પણ 600 થી વધુ જૈન સાધુ સાધ્વીજી ના પણ સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે તેને ધ્યાન માં રાખી જેના માટે અગત્યની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલ હતી. જેમાં અમદાવાદના જૈન સંઘના હોદ્દેદારો તેમજ કમિટી મેમ્બર પણ હાજર રહેલ હતા. એચબી કાપડિયા ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુક્તાકભાઈ કાપડિયા તેમજ જૈન રીલીફ ફાઉન્ડેશનના પ્રશાંતભાઈ કોટેચા, પવનભાઈ કટારીયા , પ્રમોદભાઈ, તેમજ JRF ફાઉન્ડર ના બીજા કોડીનેટર પણ હાજર રહેલા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં JRF હેલ્થ કાર્ડ કઈ રીતે ઓનલાઇન તેમજ ઓફલાઈન લોન્ચ કરવામાં આવશે તેની વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. આ હેલ્થ કાર્ડમાં કઈ કઈ હોસ્પિટલ ટાઈઅપ છે તેમજ આ હેલ્થ કાર્ડમાં શુ લાભ મળશે તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.