અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં કેટલાક સ્પા સેન્ટરો બન્યા દેહવેપારના મોસ્ટ ફેવરિટ કેન્દ્રો?

શાહિબાગ વિસ્તારમાં ટાઈટન સ્પા,ટાઈગર સ્પા,કિંગ સ્પા નામના સ્પા સેન્ટરોમાં મસાજની આડમાં ચાલતાં દેહવેપારના ગોરખધંધા?!
સ્થાનિકોમાં વ્યાપક વિરોધ છતાં સ્પા સેન્ટરોના સંચાલકોની મનમાની
મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડીને આ સેન્ટરોમાં સામે સખ્ત કાર્યવાહી કરી
પોલીસ કમિશનરની કચેરીથી માત્ર અને માત્ર એક કિમી અંતરે, ઐતિહાસિક અને ખ્યાતનામ સ્વામિ નારાયણ મંદિરની સામે જ એડવાન્સ બિઝનેશ પ્લાઝા આવેલુ છે અને રોજાના અસંખ્ય શ્રધ્ધાળુંઓ આ મંદિરમાં દર્શન કરવા આવતાં હોય તેમ છતાં તેની સામે જ ટાઈટન સ્પા,ટાઈગર સ્પા અને કિંગ સ્પા જેવા સેન્ટરોમાં દેહવેપારે માઝા મૂકતા શ્રધ્ધાળુઓ તથા સ્થાનિકોની લાગણી દૂભાઈ
ગુજરાતના મોસ્ટ ફેવરેટ અને સ્માર્ટ સિટી અમદાવાદની તાસીર અને તસ્વીર હેવ બદલાતી જાય છે એટલે કે અહિં ધંધા રોજગાર માટે આવતાં લોકો ગમે તે ધધા કરીને રૂપિયા રળવા ધમપછાડા કરી રહ્યા છે અને તેમાં કેટલાક લાલચું લોકો મોકાનો ફાયદો ઉઠાવીને બેરોજગારોનો મહત્તમ ઉપયોગ કરતાં હોય છે જેમ કે શહેરમાં સ્પા સેન્ટરોનો રાફડો ફાટ્યો છે અને તેમાં કેટલાક સ્પા સેન્ટરો તો સેક્સનો વેપાર કરવાના કેન્દ્રો બની ગયા છે.શહેરના શાહિબાગ વિસ્તારમાં,ઐતિહાસિક પવિત્રધામ સ્વામી નારાયણ મદિરની સામે આવેલ એડવાન્સ બિઝનેશ પ્લાઝામાં ટાઇટન સ્પા,ટાઇગર સ્પા અને કિંગ સ્પા સાથે અન્ય ત્રણ સ્પા સેન્ટરોમાં મસાજના નામ દેહવેપારની બદી ચાલી રહી છે.
સૂત્રો દ્રારા જાણવ મળેલ માહિતી મુજબ શાહિબાગ વિસ્તાર એટલે શહેરનો પોશ વિસ્તાર ગણાય કે જ્યાં સેલિબ્રિટીની આવન-જાનવ સાથે તેની નજીક પોલીસ કમિશનરની કચેરી પણ માત્ર અને માત્ર એક કિમી અંતરમાં આવેલ છે,બીજુ કે એડવાન્સ બિઝનેશ પ્લાઝા બિલકુલ સ્વામિ નારાયણ મંદિરની સામે જ આવેલુ છે અને રોજાના અસંખ્ય શ્રધ્ધાળુંઓ આ મંદિરમાં દર્શન કરવા આવતાં હોય છે અને આ સ્વામિ મંદિર ઐતિહાસિક અને ખ્યાતનામ હોવાથી દેશ-વિદેશથી ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે,તેમ છતાં તેની સામે જ ટાઈટન સ્પા,ટાઈગર સ્પા અને કિંગ સ્પા જેવા સેન્ટરોમાં દેહવેપારે માઝા મૂકી છે.આ સ્પા સેન્ટરો સેક્સરેકેટના કેન્દ્રો બની ગયા છે અને બહારથી યુવતિઓ બોલાવીને તેમની પાસે સેક્સનો ધંધો કરાવામાં આવી રહ્યો છે સ્થાનિક લોકો શરમ અને સંકોચની લાગણી અનુભવે છ છતાં આ સ્પા સેન્ટરોમાં બેફિકર અને બિન્દાસ્ત સેકસ રેકેટ ચાલી રહ્યુ છે જેમાં જો કે તાજેતરમાં મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે અહિં 4 જેટલાં સ્પા સેન્ટરોમાં રેડ પાડી હતી અને સેક્સ રેકેટ ચલાવતા 4 જેટલા સ્પા સેન્ટરોના સંચાલકો સામે કાયદેસરના પગલાં ભર્યા છે.જો કે તેમ છતાં સ્પા સેન્ટરોના સંચાલકો બિન્દાસ્તથી આ સ્પા સેન્ટરોમાં લોહિનો વેપાર કરાવી રહ્યા છે તેની સામે પોલીસ લાલ આંખ કરવી જરૂરી થઈ ગઈ છે.