આરોગ્યક્રાઇમ

જય કેમિકલ દ્રારા છોડાતાં ઝેરી પાણીથી ખેડૂતો,સ્થાનિકોના હાલ બેહાલ ?!

 ખંભાત તાલુકાના કલમસરમાં આવેલ જય કેમિકલમાં જી.પી.સી.બી. ના દરોડા માત્ર નામના કે કામના

?જય કેમિકલ દ્રારા છોડાતાં ઝેરી પાણીથી ખેડૂતો,સ્થાનિકોના હાલ બેહાલ ?!
 જય કેમિકલ દ્રારા છોડાતાં પ્રદૂષિત પાણીથી પીવાનું પાણી દુષિત થયુ,આસપાસની ખેતી બંજર બની,લોકોને ચામડીના રોગો થયા તેમ છતાં જી.પી.સી.બી.હજુ પુરાવા શોધે છે?!

 સ્થાનિકોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો હોવાની ઉઠેલી ફરિયાદો

 જય કેમિકલ ઉપર જી.પી.સી.બી.ના દરોડા બાદ કાર્યવાહી કરાશે કે પછી ભીનું સંકલેવામાં આવશે-લોકોમાં ચર્ચાતી વાત ??

 જય કેમિકલ દ્રારા છોડાતાં કેમિકલયુક્ત પાણીના કારણે આર્થિક અને શારિરીક રીતે બરબાદ થઈ રહેલા ખેડૂતો તથા આસપાસના રહીશો?! છતાં આણંદ જિલ્લા જી.પી.સી.બી.ના પેટનું પાણી પણ હાલતું નથી?!

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જી.પી.સી.બી. જો તટસ્થ અને પ્રામાણિક કામગીરી કરે તો કારખાના,ફેક્ટરીઓ કે ઉધોગો દ્રારા છોડાતાં ઝેરી પાણી અને વાયુ સામે સરકાર જે પગલાં ભરે છે તેમાં સરકારને મદદરૂપ થઈ શકાય પણ આવું બનતું નથી કારણ જી.પી.સી.બી.માં જ વ્હાલાદવાલાની અને છાવરવાની નિતી ચાલી રહી છે તેથી રાજ્યમાં પ્રદૂષણ એક સળગતી સમસ્યા બની ગયું છે. ખંભાત તાલુકાના કલમસરમાં આવેલ જય કેમિકલ દ્વારા કેમિકલ યુક્ત પાણી જમીન અને કેનાલોમાં ગેરકાયદેસર નિકાલ કરીને આસપાસની ખેતીજન્ય જમીન બંજર બનાવી દીધી છે એટલું જ નહી પ્રદૂષિત પાણી જળાશયોને પણ પ્રદૂષિત કરતાં આસપાસના લોકોને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે અને તેથી સ્થાનિકોમાં પાણીજન્ય રોગચાળો પણ જોવા મળી રહ્યો છે જય કેમિકલ દ્રારા છડવામાં આવતાં કેમિકલયુક્ત ઝેરી પાણીના કારણે સ્થાનિક ખેડૂતોના ખેતરોમાં કંઈ ઉત્પાદનમાં ભલીવાર આવતો નથી એટલે ખેડૂતો વધુ દેવામાં ધકેલાતાં જાય છે. જમીનમાં ખોદાણ કરવામાં આવે તો કેમિકલ યુકત ઝેરી પાણી નિકળતું હોવાથી સ્થાનિક ખેડૂતોને ચામડીજન્ય રોગો પણ થઈ રહ્યા છે
.વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ જય કેમિકલ દ્રારા છોડાતાં કેમિકલયુક્ત પાણીના કારણે આર્થિક અને શારિરીક રીતે બરબાદ થઈ રહેલા ખેડૂતો તથા આસપાસના રહીશોએ અસંખ્ય વાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી છેવટે જીપીસીપીના પેટનું પાણી હાલ્યુ છે અને તાજેતરમાં જય કેમિકલ ઉપર દરોડા પાડીને કામગીરીનો શુભારંભ કર્યો છે પણ લોકોને તો તેમાં પણ શંકા છે કે જી.પી.સી.બી. જય કેમિકલના માલિકો સામે સખ્ત કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલી લે છે કારણ જી.પી.સી.બી.ના કેટલાક અધિકારીઓ આમ પણ ભ્રષ્ટ્રાચારના મામલે ગવાયા છે અને ચર્ચાયા છે તો આ વાત સાચી પડશે તો સ્થાનિકોની હાલતમાં કોઈ સુધારો નહીઆવે તે વાત નક્કી છે. જય કેમિકલના માલિકોએ સ્થાનિકોને આર્થિક અને શારીરિક રીતે બરબાદ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી અને જીપીસીબીના કેટલાક અધિકારીઓ સાથે જય કેમિકલના માલિકોને ઘરોબો પણ છે એટલે જોવાનું એ રહ્યુ છે કે જી.પી.સી.બી.તેની નિતીમત્તા જાળવણીને તટસ્થ કામગીરી કરશે કે પછી પાપોની ભાગીદાર બનશે તે સવાલ પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button