વડોદરા શહેર તથા ગામડાઓમાં પીવાના પાણી ના પ્રશ્ને વડોદરા કલેકટર શ્રી ની કચેરીએ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું,

આજ રોજ વડોદરા શહેર તથા ગામડાઓમાંપીવાના પાણી ના પ્રશ્ને વડોદરા કલેકટર શ્રી ની કચેરીએ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું,
પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા તથા રાયકા ગામ સરપંચ શ્રી રાવજીભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે સાવલી તાલુકાના પોઈચા ગામે આવેલ લેક્ટોસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની ધ્વારા મહીસાગર નદી માં પ્રદુષણ વાળુ કેમિકલ યુક્ત ગંદુ પાણી છોડવા ની ફરીયાદ રુપે કંપની સામે કેટલાય લોકો ધ્વારા અરજી ઓ આવેદનપત્ર આપવા છતાં આ કંપની સામે ક્યારેય કડક માં કડક કાર્યવાહી કરવામાં આવી નથી,
છેલ્લા કેટલાય વર્ષોથી કંપની દ્વારા વારંવાર દરોજ લાખો લીટર કેમિકલ વેસ્ટ પાણી પંચાયત ની ગટર માંથી મહીસાગર નદી માં છોડી દેવામાં આવે છે , આ કેમિકલ યુક્ત પાણી સીધે સીધું મહીસાગર નદીના પાણી માં ભળી ને મહીસાગર નદી નું પાણી કેમિકલ યુક્ત કરી રહ્યું છે,
આ મહીસાગર નદી માં જ્યાં આ લેકટોસ ઇન્ડિયા કંપની નું કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યાં મહીસાગર નદી માં વડોદરા ના 10 લાખ લોકો ને પીવાનું પાણી પૂરું પાડવા માટે ના ફ્રેન્ચ બોરવેલ આવેલા છે, તેનાથી વડોદરા ના 10 લાખ લોકો આ પાણી પી રહ્યા છે,
આ કેમિકલ યુક્ત પાણી મહીસાગર નદી માં છોડવાથી વડોદરા ના 10 લાખ લોકો ના સ્વાસ્થ્ય સાથે આ લેકટોસ કંપની ચેડાં કરી રહી છે,
એવું પણ જાણવા મળ્યું હતું કે અગાવ પણ 2018 ના વર્ષ માં આ લેકટોસ ઇન્ડિયા કંપની ના કેમિકલ યુક્ત પાણી છોડવાના કારણે મહીસાગર નદી ના ફ્રેચ બોરવેલ નું પાણી દુષિત થતા કોલેરાના રોગો અને બીના અનેક રોગચાળા ફાટી નીકળ્યા હતા,
વડોદરા શહેર તથા ગામડાની જીવાદોરી સમાન મહીસાગર નદી માં પ્રદુષણ ફેલાવતી કંપનીઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે,
સાથેજ વડોદરા માં સામાજિક કાર્યકર્તા સચિન નાઈ અને દીક્ષિત મેવાડા એ જણાવ્યું કે લાખો કરોડો રુપિયા પાણીની યોજનાઓ માટે ફાળવવામાં આવે છે તો પણ વડોદરા ની જનતા ને ચોખ્ખું પાણી મળી નથી રહ્યું,
વડોદરા શહેર ની મોટા ભાગની જનતા ને પીવાના પાણીની ટાંકી ઓ માં ગંદકી જોવાં મળી રહી છે,
તો નિષ્કાળજી ધરાવતા અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે,
સાથેજ પોઇચા ગામ ના વતની દોલતસિંહ રાયસિંહ રાજ અને ભયજીભાઈ કાંતિભાઈ મકવાણા (માજી સરપંચ પોઇચા) દ્વારા જણાવામાં આવેલ કે પોઇચા ખાતે આવેલ લેકટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની આશરે છેલ્લા 15 વર્ષ થી કાર્યરત છે અને આ કંપની નું કેમિકલ વેસ્ટ પાણી પેહલા માલિકી ના ખેતરો માં છોડવામાં આવતું હતું ત્યારબાદ અનેક વિરોધ થવાથી લેકટોસ કંપની દ્વારા પંચાયત ની ગટર માં પાઇપ નાખી કેમિકલ વેસ્ટ પાણી સીધે સીધું મહીસાગર નદી માં છોડાઈ રહ્યું છે,
વધુમાં જાણવા મળ્યું કે આ લેકટોસ ઇન્ડિયા કંપની ગોરખ ધંધા નો અને કેમિકલ વેસ્ટ પાણી નીકળ્યા નો જેકોઈ વિરોધ કરે એને માથાભારે તત્વો દ્વારા મૌખિક ધાક-ધમકી આપી તેને ચૂપ કરી દેવામાં આવે છે,
આ કંપની ના વિરુદ્ધ માં ઘણા લોકો દ્વારા ફરિયાદો અને આવેદન પત્ર આપવામાં આવ્યા હોય છતાં લેકટોસ ઇન્ડિયા કંપની પર કોઈ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ નથી તેના સંદર્ભ માં આજ રોજ કલેકટર કચેરી વડોદરા ખાતે આવેદન પત્ર આપી કલેકટર શ્રી ને રજુઆત કરવામાં આવી કે આ લેકટોસ ઇન્ડિયા કંપની સામે કાયદેસર ની કાર્યવાહી કરવા વિન્નતી,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)