અમદાવાદ મહેસાણા હાઇવે એકજ વરસાદ માં ધોલાઈ ?

સ્પેશલ સ્ટોરી બાય
ગિરીશ એસ બારોટ
આમ તો સારા રોડ અને રસ્તા સારા આપવા એ સરકારની ફરજ છે પણ આજે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે તે ચાહે સીટી હોય ગ્રામ્ય વિસ્તાર હોય કે અમદાવાદ શહેર કે પછી હાઇવે હા હમણાં જ સરકારે ખોબા ભરી ભરીને રોડ રસ્તા માટે ગ્રાન્ટ ફાડવી છે પણ જાણે સારા રોડ માટે જનતા ને હંમેશા ચૂનો જ લાગતો હોય છે આજે અમદાવાદ શહેર માં જ્યાં જોવોત્યાં ખાડાજ ખાડા અમદાવાદ શહેર માં ખાડા છે કે ખાડા માં અમદાવાદ આજે રોડની પરિસ્થિતિની વાત કરીએ તો બત્તર થી પણ બત્તર હાલત જોવા મળી રહી છે એમ જ વાત કરીએ તો અમદાવાદ મહેસાણા હાઇવે પણ આનાથી બાકાત નથી જી હા ટોલ ભરતા નાગરિકોને તારા રોડની અપેક્ષા હોય છે પણ સારા રોડ ક્યારે મળશે આજે અમદાવાદ મહેસાણા ટોલટેક્સ હાઈવે પરની વાત કરીએ તો અડાલજ થી લઈને કલોલ અંબિકા નગર બ્રિજ તેમજ નંદાસણ સુધી ખાડેજ ખાડા નજરે ચડે છે જે પ્રજા સમયસર ટેક્સ ચૂકવે છે સમયસર ટોલટેક્સ પણ ચૂકવે છે છતાં પણ સારા રોડ માટે તરસી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર હજુ થોડા સમય પહેલા જ એક નવી કંપનીને અમદાવાદ મહેસાણા ટોલ ટેક્સનું કામ મળ્યું પણ કામ તે કેવું મળ્યું કે તેને એવું કામ કર્યું કે બે મહિનાની અંદર જ રોડમાં ખાડા પડી ગયા કરોડોના ખર્ચે બનાવેલ રોડ 90 દિવસ પણ ચાલી શક્યો નહીં જાણે લાગે છે ભ્રષ્ટાચાર ની ચરણ સીમા પાર કરી ગયો હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદ મહેસાણા હાઇવેની આ પરિસ્થિતિ અગાઉ પણ એક કંપની હતી તેના કારણે ખાડે જ ખાડા હતા નવી કંપની આવતા લોકોમાં એક વિશ્વાસ બેઠો કે અમને રોડ સારા મળશે પણ ક્યાં ખબર હતી કે આ તો એક કહેવત ને સાબિત કરશે ચોરના ભાઈ ઘંટી ચોર જ નીકળશે ? જેમ અમદાવાદ શહેરમાં ફરીખાડાને સમર કામ માટે ફરીવાર એ જ કંપનીઓને કામ આવશે કે જે કંપનીઓએ અમદાવાદ શહેરમાં પૂર્વક કામ કરીને ખાડા પાડ્યા છે ખરેખર આવી કંપનીઓ તો સજાને પાત્ર છે ગુજરાતના ટેક્સ પેયર ના પૈસાની લાણી કરવાનો જાણે કારસો કાઢ્યો હોય તેમ લાગી રહ્યું છે અમદાવાદ મહેસાણા ટોલ ટેક્સ ની હાઇવે ની જવાબદારી આમ તો જીઆરઆઈસીએલ કંપની પાસે પણ છે તેની સંપૂર્ણ તપાસ કરવી તે તેનો હક પણ છે પણ જાણે તે પણ કેમ મૌન બનીને બેઠી છે તે સમજાતું નથી જાણે આર એન્ડ બી વિભાગમાં કરોડોના હપ્તા પહોંચતા હોય તેવું લાગી રહ્યું છે વર્ષોથી ટોલ ટેક્સ ભરતી પ્રજા જાણે લાગે છે હજુ બે બે પેઢી સુધી પણ ભરશે ટોલટેક્સ છતાં પણ તેને રોડ ક્યારે સારો મળશે તે ચિંતાનો વિષય બની ગયો છે આવા રોડના કારણે અવારનવાર આ હાઇવે પર એક્સિડન્ટ પણ થાય છે અને નિર્દોષોનો ભોગ પણ લેવાય છે છતાં પણ કંપની કે આર એન્ડ બી વિભાગની આંખો ખુલતી નથી ક્યાં સુધી પ્રજા મરસે ક્યાં સુધી પ્રજા લુટાશે તે કોઈ ને ખબર નથી રોડ બનાવવા માટે જે મટીરીયલ વાપરવામાં આવે છે તે એક જ વરસાદમાં ધોવાઈ જાય છે તો શું તેની ચકાસણી આર એન્ડ બી વિભાગ દ્વારા કરવામાં આવે છે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ ? આવા કોન્ટ્રાક્ટરોને કામ પણ ચપટીઓમાં મળી જતા હોય છે