ગુજરાત

સામાન્ય નાગરિકો પાસે લાખો કરોડોનો દંડ વસુલ કરનાર ટ્રાફિક વિભાગને કેમ નથી દેખાતા આ ઓવરલોડ ડમ્પરો ?

ટ્રાફિક વિભાગમાં અમુક અધિકારીઓ મોટીવેશન સ્પીકર છે સારી સ્પીચ પણ ધરાવે છે છતાં પણ તે આવા ઓવરલોડ ડમ્પર વિશે કેમ મોટીવેટ નથી કરતા લોકોને ?


અમદાવાદ જેવા ગીચ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ ટ્રાફિક વિભાગ સજ રહે છે છતાં પણ અમુક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના અંગત સ્વાર્થ માટે જાણે બેફામ અને બે રોક ટોક ઓવરલોડ ભરેલી આવ્યા અને જાણે મંજૂરી આપી દીધી હોય તેમ બિન્દાસ ફરે છે અને નિર્દોષોના ભોગ પણ લેશે જો વાત કરીએ તો અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત એવો એસજી હાઇવે પર આઇવા ઓ બેફામ થઈ ગઈ હોય તેમ ચાલે છે કાયદો અને વ્યવસ્થા દરેક નાગરિક માટે એક સમાન હોય છે પણ અહીંયા તો ટ્રાફિક વિભાગનું ન્યાયતંત્ર જાણે ભીષ્મપિતામાં ની નજરે ચડ્યું છે એવું લાગી રહ્યું છે અત્યાર સુધીની વાત કરીએ તો એસસી હાઇવે ઉપર અસંખ્ય અકસ્માતો થયા છે કે પછી ઓવર સ્પીડિંગ હોય કે ઓવરલોડિંગ 15 થી 16 ટન પરમિશન મેળવેલ રેતી ભરેલ ગાડીઓ 20 થી 22 ટન જેટલું ઓવરલોડિંગ કરીને જાય છે છતાં પણ ટ્રાફિક વિભાગમાં તેને કોઈ નિયમ લાગુ પડતો નથી કે શું ? પણ જ્યારે કોઈ ઉચ્ચનીય બનાવ બનેઅને કોઈ નિર્દોષનું મૃત્યુ થાય ત્યારે ટ્રાફિક વિભાગ સપાટાભેર જાગે છે આ હપ્તા રાજના રાક્ષસ ને નાબૂદ કરવો ખૂબ જ જરૂરી છે આ એસસી હાઇવે ઉપરથી ઘણા આઈએસ અને આઈપીએસસીની ગાડીઓ પણ નીકળે છે છતાં પણ એક પણ અધિકારીની આની ઉપર નજર પડતી નથી કેમ સામાન્ય નાગરિકે સીટબેલ ના પહેર્યો હોય હેલ્મેટના પેલી હોય અથવા ત્રણ સવારીમાં હોય તો ટ્રાફિક વિભાગના સીસીટીવી ફૂટેજ તરજ તેને કેપ્ચર કરે છે પણ આવી ઓવરલોડિંગ ગાડીઓ ના ફોટા કેટલા પડ્યા તે તપાસનો વિષય આવી ઓવરલોડિંગ ગાડીઓને દિવસમાં પરમિશન હોતી નથી છતાં પણ બિન્દાસ અને બે રોકટોક ફરે છે ટ્રાફિક વિભાગની સાથે સાથે જો ખનીજ વિભાગની વાત કરીએ તો ખનીજ વિભાગમાં દ્વારા ફ્લાઈંગસ કોડ ની રચના કરવામાં આવી છે

 

  • અમદાવાદમાં રેતી ભરેલા ડમ્પરો બન્યા બેફામ ?
  • ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો આપે છે રોડ અકસ્માત ને નોતરું ?
  • ટ્રાફિકના સીસીટીવી ફૂટેજ માં નથી આવતા. આ ઓવરલોડ ડમ્પરો જાણે કેમ ?
  • સામાન્ય નાગરિકો પાસે લાખો કરોડોનો દંડ વસુલ કરનાર ટ્રાફિક વિભાગને કેમ નથી દેખાતા આ ઓવરલોડ ડમ્પરો ?

 

જેને ઓવરલોડિંગ ગાડીઓ તેમજ જેની પાસે રોયલ્ટી ના હોય તેવી ગાડીઓને દંડાત્મક કાર્યવાહી કરીને સીઝ કરવાની હોય છે પણ આ ઓવરલોડિંગ ગાડીઓના હપ્તા ગાંધીનગરની ગલીયારી સુધી પહોંચે છે કે શું ? કારણકે આવા ઓવરલોડિંગ ગાડીઓથી રોડ રસ્તા ને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે એક કંપનીની તો એસજી હાઇવે ઉપર આવી ઓવરલોડિંગ 20 થી પણ વધારે બિન્દાસ પણે ગાડીઓ ચાલે છે એસજી હાઇવે ના દરેક ચેકપોસ્ટ ઉપર આ ગાડીઓને ભોગ પણ ધરાવો પડે છે જેથી ગાડીઓ ઉપર કોઈપણ કાર્યવાહી થાય નહીં અને ક્યાંય પણ ગાડીઓ રોકાય નહીં હવે જોવાનું રહ્યું કે ટ્રાફિક વિભાગ દ્વારા શું કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે કે તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ??

સ્પેશલ સ્ટોરી બાય ગિરીશ બારોટ

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button