જો જો ધ્યાન રાખજો અમદાવાદની ફાઈવસ્ટાર હોટલો તમને ખવડાવેછે જીવડાં ?
જો જો ધ્યાન રાખજો અમદાવાદની ફાઈવસ્ટાર હોટલો તમને ખવડાવેછે જીવડાં ?
કેશવબાગ પાસે આવેલી ફાઇસટાર હોટલ itc નર્મદા માંથી સંભારમાંથી જીવડું નીકળતા મ્યુનિસિપલ એ રૂપિયા 50000 નો દંડ ફટકાર્યો છે થોડા સમય પહેલા વસ્ત્રાપુર ની હોટલે હયાત જજીસ બંગલો રોડ પર આવેલી પ્રાઈડ હોટલ માંથી પણ ભોજનમાંથી જીવાત નીકળી હતી.
- કેશવબાગ પાસેની હોટલમાં પરિવાર ભોજન કરતો હતો ત્યારે જીવડું દેખાયું
- હોટેલ આઈટીસી નર્મદાના સંભારમાંથી જીવડું નીકળતા રૂપિયા 50,000 નો દંડ
- હોટેલ આઈટીસી નર્મદાના સંભારમાંથી જીવડું નીકળતા રૂપિયા ૫૦,૦૦૦ના દંડ થી કાર્પોરેશન સંતુષ્ટ ?
આઇટીસી નર્મદા માં રોકાયેલા એક પરિવાર બપોરે સાઉથ ઇન્ડિયન ભોજન મંગાવ્યું હતું જમી રહ્યા હતા ત્યારે સંભાર માંથી જીવડું નીકળતા તેમણે એક પરિચિતને જાણ કરી તાત્કાલિક મ્યુનિસિપલ ફૂડ વિભાગને જાણ કરી હતી જેથી આરોગ્ય વિભાગની ટીમે હોટલમાં તપાસ કર્યા બાદ પચાસ હજારનો દંડ ફટકાર્યો હતો મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ એ હોટલને માત્ર દંડ કરીને સંતોષ માન્યો હતો ઉલ્લેખનીય છે કે અગાઉ વસ્ત્રાપુરમાં આવેલી હોટલ હયાતમાં સંભારમાંથી જીવડુ નીકળ્યું હતું જજીસ બંગલો પાસેની પ્રાઈઝ હોટલમાં સૂપ માંથી જીવાત નીકળતા ગ્રાહકે મ્યુનિસિપલમાં ફરિયાદ કરી અને તપાસ બાદ હોટલનું કિચન સીલ કરી દેવામાં આવ્યું હતું. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ખાદ્ય પદાર્થોમાંથી વંદો મચ્છર ઇયળ સહિતની જીવાત નીકળવાની 30થી વધુ ઘટના નોંધાય છે આવા એકમો સામે આકરી કાર્યવાહી કરવાના બદલે મ્યુનિસિપલ માત્ર દંડ કરી સંતોષ માને છે.