ગુજરાત

અમદાવાદમાં અનરાધાર ભ્રષ્ટાચાર : “પકડાય તે ચોર બાકી શાહુકાર”

વર્ષ 2024માં ACB એ અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના કર્મચારી થી લઈને અધિકારીઓની  લાંચ લેતા ઝડપ્યા છે. એએમસીમાં વ્યાપકપણે ફેલાયેલા ભ્રષ્ટાચારની ફરિયાદો વર્ષોથી સાંભળવા મળે છે. ગુજરાત હાઇકોર્ટ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અનેક મામલે ઉધડો લઈ ચૂકી છે. ભ્રષ્ટાચારથી ખદબદતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસીબીની ઉપરાછાપરી કામગીરીથી ફફડાટ વ્યાપી ગયો છે.

અમદાવાદમાં અનરાધાર ભ્રષ્ટાચાર : અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે, રાજકોટ-સુરત-વડોદરા-ભાવનગર-ગાંધીનગર દરેક રાજ્યમાં કાગડા કાળા જ છે. “પકડાય તે ચોર બાકી શાહુકાર” આ કહેવત વાસ્તવમાં તમામ ભ્રષ્ટાચારી બાબુઓને લાગુ પડે છે.

ભ્રષ્ટાચારી એસ્ટેટ વિભાગમાં સન્નાટો:અમદાવાદ શહેરના 48 વૉર્ડ પૈકી એકપણ વૉર્ડ એવો બાકી નહીં હોય જ્યાં એએમસી એસ્ટેટ વિભાગની મહેરબાનીથી ગેરકાયદેસર બાંધકામ નહીં થયું હોય. ગુજરાત ACB એ કરેલી કાર્યવાહી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એસ્ટેટ વિભાગના નાનાથી માંડી મોટા અધિકારીઓ હાલ કોઈની સાથે ફોન પર વાત કરવા પણ તૈયાર નથી. એક ચર્ચા એવી પણ છે કે, ભ્રષ્ટાચારી હર્ષદ ભોજક સાથે સંકળાયેલા કેટલાંક બાબુઓ ભ્રષ્ટાચારના પૂરાવા સગેવગે કરવા ભૂર્ગભમાં ઉતરી ગયા છે.

 

સળગતા સવાલ

– ACBના હાથે લાંચના છટકામાં એએમસીના ઝડપાયેલા કર્મચારી/અધિકારી પાસેથી મળી આવેલી મિલકતની તપાસ થશે?

– AMCના ઝડપાયેલા કર્મચારી/અધિકારીની સાથે એમના મળતિયાઓની CDR મેળવીને ઊંડી તપાસ કરવામાં આવશે?

– ACB દ્વારા હાલમાં પકડાયેલા પૂર્વ ઝોનના આસી.ટીડીઓ જ્યારે ઇન્ચાર્જ ડે.ટીડીઓના હોદ્દા પર હતા એ સમયમાં કરેલા ભ્રષ્ટાચારના પોપડા ઉંડાણપૂર્વક તપાસ કરીને એમની સાથેના અધિકારી/કર્મચારીના કાળા કરતૂત બહાર પાડવામાં આવશે?

– તપાસમાં હર્ષદ ભોજકના ઉપરી તથા સાથેના જે – તે અધિકારી/કર્મચારીની મિલી-ભગતમાં કોના કોના નામ ખુલી શકે છે?

– AMCના તમામ ઝોનના એસ્ટેટ વિભાગમાં ભ્રષ્ટાચાર અનહદ વ્યાપી ગયો છે. ACBની ઉત્કૃષ્ઠ કામગીરી બાદ ભ્રષ્ટાચારી બાબુઓ નીતીનિયમ નેવે મૂકીને જે પ્રમાણે ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. એમાં કોઈ સુધારો આવશે કે જા બિલાડી મોભા મોભ, કોના બાપની દિવાળી કહેવત, પ્રમાણે હજી પણ લાંચ લેતા રહેશે?

 

ચર્ચાની એરણ : દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતની ચકાસણી અને જડતી ચાલી રહેલ છે. જેમાં વિશ્વસનીય સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર, પૂર્વ ઝોનમાં લાંચ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં AMCના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ATDO) હર્ષદભાઇ મનહરલાલ ભોજક અને પ્રજાજન આશિષ કનૈયાલાલ પટેલની સાથે અન્ય 3 – 4 અધિકારી તથા 4 જેવા કર્મચારીના નામ બહાર આવવાની આશંકા! હર્ષદ ભોજક સામેની તપાસમાં CDR નું ચુસ્તપણે તથા પ્રમાણિકતા સાથે તપાસ થાય તો ઘણાબધા નામ સાથે કાળા કરતૂત બહાર આવી શકે!

ગુજરાતમાં એન્ટિ કરપ્શન બ્યૂરો છેલ્લા કેટલાક મહિનાઓથી લાંચખોર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ એક્શન મોડમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી ફ્રી હેન્ડ આપ્યા બાદ ACBની અદભુત અને પ્રશંશનીય કામગીરી જોવા મળી રહી છે. રાજ્ય સરકારે શમશેર સિંહને બીજી વખત ACBની કમાન સોંપી છે. પહેલા કાર્યકાળમાં પણ તેમણે ACBના કામથી ભ્રષ્ટાચારીઓમાં ભય ઉત્પન્ન કરી દીધો હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં ACBએ લાંચ લેવાના કેસમાં ઘણા અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ કરી છે. ACB આ અધિકારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી સાથે ગેરકાયદેસર સંપત્તિની તપાસ પણ અમલમાં લાવી રહી છે.

 

ગુજરાતમાં ભ્રષ્ટાચાર : સરકારના 21 વિભાગોમાં કુલ 12 હજારથી વધુ ફરિયાદો, 1548 કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં લેવા ભલામણ

કોર્ટમાં પડતર કેસોની સંખ્યા 2133 છે જે પૈકી 345 કેસો છેલ્લા 10 વર્ષથી પડતર છે

ભૂપેન્દ્ર પટેલના ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીના ACBને આદેશ : મલાઈખાઉં તંત્રના મલાઈખાઉં બાબુઓને ઝડપવા આપ્યો છૂટો દોર

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button