ગુજરાત

પૂરા દેશમાં જાહેરાત કરાય છે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં ત્યારે શુ વિરમગામ જોઈને દેશવાસીઓને આઘાત નહી લાગે?!

  • ઐતિહાસિક શહેર વિરમગામમાં ઠેર ઠેર ગંદકીના ઉકરડા!!
  • વિરમગામમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ-કાદવ કીચડ અને માખી-મચ્છર
  • વિરમગામની સ્વચ્છા માટે સરકાર દ્રારા અપાતી કરોડોની ગ્રાન્ટ ગઈ કયાંય ?!
  • પૂરા દેશમાં જાહેરાત કરાય છે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં ત્યારે શુ વિરમગામ જોઈને દેશવાસીઓને આઘાત નહી લાગે?!

ગુજરાતની નામના દેશ અને દૂનિયાંમાં ગુંજતી કરવા કેન્દ્ર સરકારે એડીચોટીનું જોર લગાવી દીધુ છે ત્યારે વિરમગામની નેતાગીરી શા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનું નામ બોળવા બેઠી છે તે જ લોકોને સમજાતુ નથી!!
ભારત સરકારના સહયોગથી ગુજરાત સરકાર દ્રારા પણ રાજ્યમાં સ્વચ્છતા અભિયાન પાછળ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે.અને મારૂ શહેર સ્વચ્છ શહેર જેવા સારા એવા સૂત્રો પણ આપવામાં આવે છે અને ગુજરાતના સૂરત અને અમદાવાદ તો ટોપ સ્વચ્છ શહેરોમાં ગણનાપાત્ર પણ બન્યા છે અને ખાસ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આ સ્વપ્ન છે અને તેમના જ ગુજરાતમાં એક દિન તો ગુજારીએ ગુજરાતના બેનર હેઠળ કરોડો રૂપિયાની જાહેરાત પણ કરવામાં આવી છે પણ ખાટલે મોટી મોકાણ એ છે કે આ સ્વચ્છતા અભિયાન કયાંક નામનુ માત્ર બનીને રહી ગયુ છે વાત કરીએ વિરમગામ શહેરની તો પુરાં શહેરમાં ગંદકીના ઉકરડાં જોવા મળી રહ્યા છે,ગાયો કચરો ફેદતી નજરે પડી રહી છે તો કાદવ-કીચડના થર જામ્યા છે અને માખી-મચ્છર તો હોય એટલે સ્થાનિક લોકો અવનવી બિમારીઓનો ભોગ પણ બન્યા છે.

અમદાવાદ જિલ્લાના વિરમગામ એટલે ઐતિહાસિક શહેર છે પણ આ શહેર આજે ગંદકીથી ઉભરાઈ રહ્યુ છે

શહેરને ચોખ્ખુ ચણક રાખવા સરકાર દ્રારા ધારાસભ્યને કરોડો રૂપિયા ગ્રાન્ટ સ્વરૂપે ફાળવવામા આવે છે

વિરમગામમાં ઠેર ઠેર ગંદકીના ઉભરાતાં ઉકરડાના વિડીયો વાઈરલ થતાં પૂરા ગુજરાતીઓનું મસ્તક નમી જાય તેવા દ્શ્યો

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના વિરમગામ એટલે ઐતિહાસિક શહેર છે પણ આ શહેર આજે ગંદકીથી ઉભરાઈ રહ્યુ છે.કહેવાય છે કે શહેરને ચોખ્ખુ ચણક રાખવા સરકાર દ્રારા ધારાસભ્યને કરોડો રૂપિયા ગ્રાન્ટ સ્વરૂપે ફાળવવામા આવે છે પણ આ કરોડો રૂપિયા કયાંય સાફ થઈ જાય છે તેજ પ્રજાને સમજાતુ નથી.કારણ ગંદકીથી વિરમગામમાંથી દુર થવાનુ નામ નથી લેતી.ગુજરાતની નામના દેશ અને દૂનિયાંમાં ગુંજતી કરવા કેન્દ્ર સરકારે એડીચોટીનું જોર લગાવી દીધુ છે ત્યારે વિરમગામની નેતાગીરી શા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનું નામ બોળવા બેઠી છે તે જ લોકોને સમજાતુ નથી.વિરમગામમાં ઠેર ઠેર ગંદકીના ઉભરાતાં ઉકરડાના વિડીયો વાઈરલ થતાં પૂરા ગુજરાતીઓનું મસ્તક નમી જાય તેવા દ્શ્યો સામે આવ્યા છે ત્યારે વિરમગામના રાજકારણીઓ માટે શરમજનક બાબત કહી શકાય.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button