ગુજરાત

શિવદર્શન” એપાર્ટમેન્ટમાં પાંચમા નોરતે જાણીતા ફિલ્મ અભિનેતા શ્રી પ્રશાંત‌ બારોટ‌ મુખ્ય મહેમાન બન્યા

નિર્ણયનગર, અમદાવાદ સ્થિત ” શિવદર્શન” એપાર્ટમેન્ટમાં પ્રતિવર્ષની જેમ‌ આ વર્ષે પણ પરંપરાગત ઢબે ગવાતા ગરબા થકી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિ ની આરાધના સાથે ફિલ્મ સ્ટાર નો પણ જમાવટો જોવા મળ્યો જેમાં પાંચમા નોરતે જાણીતા ફિલ્મ અભિનેતા શ્રી પ્રશાંત‌ બારોટ‌ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શિવદર્શનના રહીશો પાર્ટી પ્લોટને બદલે પોતાના જ એપાર્ટમેન્ટમાં પારંપરિક રીતે નવરાત્રિ ઉજવે છે એ આવકાર્ય અને અન્ય માટે પ્રેરણાદાયી છે તેમ જણાવતાં શ્રી પ્રશાંત બારોટે પ્રસન્નતા વ્યક્ત કરી મા અંબાના ચરણોમાં સૌના કલ્યાણની કામના કરી હતી. ઉપરાંત ૧૮મી ઓક્ટોબરે રજૂ થનાર‌ તેમની ગુજરાતી ફિલ્મ ” કર્મ વોલેટ “વિષે રસપ્રદ માહિતી આપતા અચૂક નિહાળવા અનુરોધ કર્યો હતો.આયોજકોએ શ્રી પ્રશાંત બારોટને પુષ્પગુચ્છ અને શુભેચ્છા ભેટ અર્પણ કરી સમય ફાળવી ઊપસ્થિત રહેવા બદલ આભાર માન્યો હતો. અંતમાં શ્રી પ્રશાંત બારોટે મિમિક્રી રજૂ કરી સૌને પેટ પકડીને હસાવ્યા હતા. જેમાં અશ્વિન રાવલ , નરેશ પટેલ , સચિન બારોટ‌ સહિત સૌ‌ આયોજકો અને રહેવાસીઓના સહયોગથી આયોજન સફળ રહ્યું હતું.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button