ગુજરાત

ટુ વ્હીલર વાહનોની ચોરી કરતા એક ઇસમને પકડી કુલ્લે ૧૦ વાહનો રીકવર કરી ચોરીના ૧૧ ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

અમદાવાદ શહેર વિસ્તારમાં ઘણા સમયથી વાહન ચોરીઓના ગુનાઓનો ઉપદ્રવ વધવા પામેલ હોય અને વાહનચોરીના ઘણા ગુનાઓ બનવા પામેલ હોય આ ગેંગનો પર્દાફાશ કરવા શ્રી દીપન ભદ્રન નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમબ્રાંચ નાઓ દ્વારા સુચના આપવામાં આવેલ હોય મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી બી.વી.ગોહીલ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇ.શ્રી આર.એસ.સુવેરા નાઓની ટીમના પો.સ.ઇ.શ્રી વાય.એમ.ગોહીલ,પો.સ.ઇ.શ્રી કે.કે.ડીંડોડ તથા સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો.રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ અને પો.કો.શૈલેન્દ્રસિંહ લાલસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ચેતન S/O વિષ્ણુભાઇ અંબાલાલ પંચાલ ઉ.વ.૨૭ રહેવાસી:૧૨૮ ભાવના રો હાઉસ જી.એસ.ટી.ફાટક પાસે રાણીપ અમદાવાદ શહેર મુળગામ: ઉનાવા ગામ પંચાલવાસ ગાંધીનગર નાને આજરોજ તા.૨૧.૦૫.૧૯ ના રોજ રાણીપ નિર્ણયનગર ગરનાળા પાસેથી પકડી લીધેલ અને તેની પાસેથી TVS જયુપીટર, મોબાઇલ ફોન અને કેમેરો કબ્જે કરવામાં આવેલ અને તેની પુછપરછ દરમ્યાન બીજા ૯ વાહનો મળી કુલ્લે કિરૂ.૨,૮૮,૦૦૦/- ની મતાના કબ્જે લેવામાં આવેલ છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button