અમદાવાદ ની સાયોના ગેસ દ્રારા અપાતા સિલેન્ડર કેટલા યોગ્ય??

રાધણ ગેસમાં દિવસેને દિવસે ભાવ વધારો થતો જાય છે મોંઘવારી જાણે ચરણ સીમાએ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે સામાન્ય ગૃહિણી ને ઘર ચલાવવું સખત કાઠું પડી રહ્યું છે જેમાં રોજબરોજની જરૂર પડતી રાધણ ગેસમાં સખત વધારો થઈ રહ્યો છે તેવામાં ગેસ એજન્સીઓ દ્વારા જાણે મેલી મુરાદો હોય તેવું લાગી રહ્યું છે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી શાયોના ગેસ એજન્સી દ્વારા તેઓના માણસો કંપનીમાંથી ગેસ સિલિન્ડર લઈને નીકળે છે તો ખરા પણ ખરેખર જાય છે કે આ કારણ કે પહેલા સૌથી પહેલા એક અગિયાત જગ્યા ઉપર જાય છે જ્યાં તમામ તેઓના ટેમ્પામાં રહેલા સિલિન્ડરને નીચે ઉતારે છે અને એક પેન્સિલ મારફતે તે સિલિન્ડર માંથી દરેક સિલિન્ડર માંથી બે થી ત્રણ કિલો ગેસને ચોરી કરે છે તેવી પ્રાપ્ત માહિતી મળી રહી છે જો એજન્સીના માલિકને તેની પુષ્ટિ કરવી હોય તો ડીલીવરી કરનાર તમામ ગેસ સિલિન્ડરની જે ડિલિવરી કરી હોય ત્યાં જઈને ચકાસણી કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે અથવા તો પુરવઠા વિભાગ અથવા બીપીસીએલ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવે તો સત્યતા બહાર આવે તેમ છે માલિક દ્વારા તેઓને ડીલેવરી ના પૈસા તો આપવામાં આવે છે પણ ટેમ્પા ચાલક જે છે તે પોતાના સ્વાર્થ માટે પોતાના અંગત પૈસા કમાવાની લાલચમાં આ કૃત્ય કરે છે જેના કારણે એજન્સી પણ બદનામ થાય છે મળતી માહિતી અનુસાર એક ટેમ્પા ચાલક સૌથી પહેલા પીપળજ સૈજપુરમાં પોપટ રેશનિંગ ની દુકાન ની સામેની ગલીમાં અધ્યાત્ જગ્યા ની ઓરડીમાં તમામ જે સિલિન્ડર છે તેને લઈ જવામાં આવે છે ત્યારબાદ તે સિલિન્ડરમાં એક પછી એક બે થી ત્રણ કિલો ગેસની ચોરી કરવામાં આવે છે ? સવાલ એ થાય છે કે આ સકસ દ્વારા ડીલેવરી પહેલા કેમ અહીંયા ટેમ્પા ને લાવવામાં આવે છે કેમ તમામ સિલિન્ડરને નીચે ઉતારવામાં આવે છે કેમ તેમાંથી ધારા ધોરણમાં મળતા ગેસને કાઢવામાં આવે છે આ બધી વાતની જો પુષ્ટિ કરવી હોય તો અચાનક જ બીપીસીએલ દ્વારા જો રેડ કરવામાં આવે અથવા તો પુરવઠા વિભાગ એકદમ ત્રાંડ કે તો સત્યતા બહાર આવે તેમ છે ચોરી કરેલા ગેસ ને બારોબાર 1000 થી 1200 રૂપિયાની વચ્ચે સિલિન્ડરને વેચી મારવામાં આવે છે હવે જોવાનું એ રહ્યું કે આ ગેસ એજન્સી ઉપર સરકાર જો અચાનક ત્રાટકે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે