ગુજરાત

અમદાવાદ શહેરના મેઘાણીનગર છેલ્લાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ અમર જ્યોત હાઈસ્કુલના વિધાર્થીઓને ડગલે ને પગલે જીવનું જોખમ-એક બાજુ ખાઈ બીજુ બાજુ કુવો ?!

  • અમદાવાદ શહેરના મેઘાણીનગર છેલ્લાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ અમર જ્યોત હાઈસ્કુલના વિધાર્થીઓને ડગલે ને પગલે જીવનું જોખમ-એક બાજુ ખાઈ બીજુ બાજુ કુવો ?!
  • રાજકોટ.વડોદરા કે સુરતમાં જેવી દૂર્ઘટના સર્જાઈ છે તેની રાહમાં છે તંત્ર કે શુ ?!
  • શહેરના મેઘાણીનગરના છેલ્લા બસ સ્ટેન્ડ પાછળ આવેલ સરકારી ગ્રાન્ટેડ અમર જ્યોત હાઈસ્કુલમાં ગમે ત્યારે દૂર્ઘટના સર્જાવાના એંધાણ-જીવના જોખમે અભ્યાસ કરતાં વિધાર્થીઓ?!
  • અમર જ્યોત હાઈસ્કુલ અત્યંત જર્જરીત-ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાની શક્યતા?!

ગુજરાતમાં મોટા મોટા કાંડ થયા છે અને સરકાર કે જવાબદારોની ત્યારે જ આંખ ખુલે છે તે પણ એક હકીકત છે એ પછી સુરતનો તક્ષશીલા કાંડ હોય કે રાજકોટની દૂર્ધટના હોય કે વડોદરાનો હરણી બોટ કાંડ જેવા મહાકાંડ થાય ત્યારે જ તંત્રની આંખ ઉઘડે છે,ત્યારે બીજો એવોં કાંડ ના થાય તો સારુ કે જે અમદાવાદ શહેરના દેનાબેંક પાછળ, મેઘાણીનગરના છેલ્લાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ અમર જ્યોત હાઈસ્કુલના બાળકોના જીવ જોખમમાં છે પ્રથમ તો એ કે આ શાળાં ગ્રાન્ટેડ છે અને તેમાં બાલમંદિર,પ્રાથમિક અને માધ્યમિક મળીને 500 થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે જે શાળા અત્યંત જર્જરીત છે અને ગમે ત્યારે વિધાર્થીઓને જોખમી બની શકે છે પરંતુ હજીસુધી સરકારના શિક્ષણ વિભાગના કે કોર્પોરેશનના જવાબદારોનું ધ્યાન ગયુ નથી તો શુ કોઈ દૂર્ધટનાની રાહ તાંકીને બેઠા છે તેઓ ?!

 

  • સરકાર દ્રારા લાખોની ગ્રાન્ટ છતાં આ શાળા જર્જરીત તો ગ્રાન્ટ ગઈ કયાં?!
  • શાળાની પાસે જ એચ.પી.કંપનીના રાંધણ ગેસના બાટલા ભરેલી ટ્રક ઉભી રહે છે જે મલ્હાર નામની ગેસ એજન્સીના હોવાથી મોટી દૂર્ઘટના તેનાથી પણ સર્જાય તેમ છે?!
  • રાંધણ ગેસના બાટલા ભરેલા વાહનો વસાહતોથી દુર અને જોખમ રહિત ઝોનમાં ઉભા રાખવાના હોય છે પરંતુ અહિં તો રામ રાજ ને પ્રજા સુખી જેવો ઘાટ?!
  • કોઈ મોટી દૂર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ શિક્ષણ વિભાગ,કોર્પોરેશન કે પછી એચ.પી.કંપની?!

 

પ્રાપ્ત માહિતી તેમજ સુત્રો દ્રારા મળેલ જાણકારી મુજબ શહેરના મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાછળ સરકાર દ્રારા ગ્રાન્ટેટ અમર જ્યોત હાઈસ્કુલ ચાલી રહી છે,જેને સરકાર દ્રારા લાખોની ગ્રાન્ટ તો મળે છે પરંતુ ગ્રાન્ટ કોણ જાણે કયાંય ઓહિયા થઈ જાય છે તેજ સમજાતુ નથી કારણ શાળાના હાલહવાલ જોતા એવુ લાગી રહ્યુ છે કે આ ગ્રાન્ટ વપરાઈ નથી.બીજી બાજુ શાળાની નજીકમાં જ એચ.પી.કંપનીના રાંધણગેસના બાટલા ભરેલુ વાહન ઉભુ રહે છે જે મલ્હાર નામની ગેસ એજન્સીના હોવાનું જાણવા મળેલ છે અને બરાબર તેની પાસેથી જ વિધાર્થીઓ અવર જવર કરતાં હોય છે તો આ વિધાર્થીઓ કોઈ હોનારતનો ભોગ બનશે તો જવાબદાર કોણ?! બીજુ કે તેની પાસે જ બીજી પણ શાળા આવેલ છે જેના વિધાર્થીઓ પણ અવર જવર કરી રહ્યા છે જેમને જીવનું જોખમ છે ત્યારે શિક્ષણ વિભાગ કે કોર્પોરેશનના જવાબદારો કે જેઓ સદાય કુંભકર્ણની નિંદ્રામા હોય છે તે જાગશે ખરાં કે પછી લોકોએ ઢોલ નગારા વગાડવા પડશે.

 

 

વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ આ શાળા સરકારી ગ્રાન્ટેડ છે માટે તેના વિધાર્થીઓ ગરીબ અને મધ્યમવર્ગના હોય તેથી કોણ સાંભળે જો આવુ કોઈ ખાનગી શાળામાં ચાલતુ હોત તો શુ થાત તે લોકો સારી પેઠે જાણે છે,હજી પણ સમય છે ત્યારે આ મલ્હાર ગેસ એજન્સી સામે સખ્ત પગલાં ભરીને શાળાની દુર્દશા સુધારીને અણધારી આફત ટાળી શકાય તેમ છે જરૂર છે તંત્રન જાગવાની !!

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button