ક્રાઇમ

મોદી સરકારનું બેટી બચાવો,બેટી પઢાવોનું અભિયાન જયારે?

અમદાવાદના વસ્રાલ વિસ્તારમાં આવેલ આશા સર્જીકલ ગાયનેક હોસ્પિટલનુ શુ એક જ મિશન ?? ...બેટી હટાવો, બેટી પડાવો ?!

 

 મોદી સરકારનું બેટી બચાવો,બેટી પઢાવોનું અભિયાન જયારે

 અમદાવાદના વસ્રાલ વિસ્તારમાં આવેલ આશા સર્જીકલ ગાયનેક હોસ્પિટલનુ શુ એક જ મિશન ?? …બેટી હટાવો, બેટી પડાવો ?!

 દેશમાં ભ્રૂણ પરિક્ષણ અને ભ્રૂણ હત્યા પર સખ્ત પાબંધી છે છતાં આશા સર્જીકલ ગાયનેક હોસ્પિટલના ડોકટરોને મનમાં પણ નથી..ગુનો મોટો પણ રૂઆબ ખોટો ?!

 આશા સર્જીકલ ગાયનેક હોસ્પિટલના ડોકટરોએ આઈ.પી.સી.કલમ નં.312 અને 315ની હેઠળ ગુનો કર્યો છે જેની સજા 3 વર્ષથી 10 વર્ષની થઈ શકે છે છતાં આ ડોક્ટરોનું પેટનું પાણી પણ હાલતુ નથી!!

 આશા સર્જીકલ ગાયનેક હોસ્પિટલના ડોકટરોને કોનું મળી રહ્યુ છે પીઠબળ… શુ કોઈ રાજકીય મોટુ માથુ છે કે પછી કોઈ હસ્તી ?!

 ગર્ભપાત થનાર મહિલા અને હોસ્પિટલના કારનામા ઉજાગર કરનાર મીડિયા કર્મીને ખોટા કેસમાં ફસાવવાના હોસ્પિટલા સંચાલકો શુ કોઈ પેતરા તો નથી કરતાં ને-પ્રજામાં ચર્ચાતી વાત !!

 આશા સર્જીકલ ગાયનેક હોસ્પિટલના રૂપિયાના લાલચુ એવા ડોકટરો છે ત્યાં સુધી મહિલાઓની સુરક્ષાની કેટલી ગેરન્ટી ?!

 આશા સર્જીકલ ગાયનેક હોસ્પિટલમાં કેટલા વર્ષથી અને કેટલી મહિલાઓનું ગર્ભપાત કર્યુ છે તેની તપાસ થાય તો આરોગ્ય તંત્રને પણ જરૂર પરસેવો વળી જાય તેમ છે ?!

 હોસ્પિટલની ડ્રેનેજ લાઈનનુ પરિક્ષણ કે ફોરેન્સીક લેબ થાય તો ઘણા રહસ્યો બહાર આવે તેમ છે?!

મોદી સરકારે વર્ષ 2015માં બેટી બચાવો , બેટી પઢાઓની પહેલ કરી હતી અને તેની સાથે મહિલાઓના રેશિયામાં સુધારો થાય તે માટે બેટીઓની સુરક્ષા માટે નવા કાયદાઓનું અમલીકરણ પણ કરવામાં આવ્યુ હતું અને તે પૈકી છે ગર્ભાપાતનો કાયદો જેમાં જાતીય પરિક્ષણ અને ભ્રૂણ હત્યા ઉપર પાબંધી લાદી દીધી છે અને જે ડોક્ટરો આવુ હિન કૃત્ય કરતાં હશે તેઓની સામે શખ્ત પગલાં ભરવામાં આવશે પરંતુ ડોકટરો નથી સુધરવાના તે નથી સુધરવાના પૈસાની ખાતર ડોક્ટરો ભગવાન મટીને શૈતાન કયારે બની જાય તે કહેવુ મુશ્કેલ છે.

પ્રાપ્ત માહિતી તેમજ સૂત્રો દ્રારા મળતી જાણકારી મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલમાં મેટ્રો પીલર નંબર-140ની સામે,નિરાંત ચોકડી પાસે આવેલ અવધ પ્રાઈડ કોમ્પલેક્ષની પાંચમા માળે આવેલ આશા સર્જીકલ ગાયનેકના ડોક્ટરોએ આઈ.પી.સી.કલમ નં.312 અને 315ની હેઠળ ગુનો કર્યો છે જેની સજા 3 વર્ષથી 10 વર્ષની થઈ શકે છે,પુરા ભારત દેશમાં મહિલાઓના રક્ષણ માટે સરકાર અથાક પ્રયાસો કરી રહી છે ત્યારે આશા સર્જીકલ ગાયનેક નામની હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતના કારનામા થાય છે.ગર્ભપાત પરિક્ષણ કે ગર્ભપાત કરવુ ગુનો બને છે તેમ છતાં આ ડોક્ટરોએ કાયદા-કાનુનની પરવા કર્યા વગર પોતાના ખિસ્સા ગરમ કરવા આવા ગેરકાયદે ગર્ભપાતના ખેલ ખેલી મહિલાઓના આરોગ્ય સાથે ચેંડા કરી રહ્યા છે.તાજેતરમાં એક મહિલાએ ગર્ભાપાત કરાવવાના કેસ રૂપિયા 35 હજાર આપ્યા હતા તેના સજોડ પૂરાવા સાથે આ ગાયનેક હોસ્પિટલમાં શુ શુ ચાલી રહ્યુ છે તેનો પર્દાફાશ થયો છે.મોદી સરકાર બેટી બચાવો બેટી પઢાવોનું સ્લોગન લગભગ દસ વર્ષથી ચલાવી રહી છે પરંતુ આ હોસ્પિટલમાં બેટી હટાવો બેટી પડાવોનું મિશન ચલાવતી હોય તેમ મહિલાના નાશ કરવા માટે તુલી હોય તેવી ચર્ચા પ્રજામાં ચાલી રહી છે.માત્ર રૂપિયા ખાતર આશા સર્જીકલ ગાયનેક હોસ્પિટલના ડોકટરો કોણ જાણે કેવા કેવા ખેલ ખેલી રહ્યા છે તે તો તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે,જો કે આટલી ચકચાર મચી હોવા છતાં આશા સર્જીકલ હોસ્પિટલના ડોક્ટરોનું પેટનું પાણી પણ હાલતુ નથી,ત્યારે શુ કોઈની તેમના ઉપર રહેમનજર છે કે કોઈ મોટુ રાજકીય માથુ તેમને છાવરે છે,શુ છે તેનું રહસ્ય?!

વધુમાં પ્રાપ્ત માહિતી લોકોમાં સવાલો ઉઠતાં હોસ્પિટલના સંચાલકોની બોલતી કેમ બંધ ગઈ ? અને હોસ્પિટલમાં કેટલા સમયથી અને કેટલી મહિલાઓનુ ભ્રૂણ પરિક્ષણ કરી ભ્રૂણ હત્યા કરાઈ તે પણ એક ચર્ચાતો સવાલ છે,જો કે આજે તો હોસ્પિટલ પૂરેપૂરી વિવાદમાં સપડાઈ છે,તેમ છતાં સંચાલકોના પેટનું પાણી પણ હાલતુ નથી ત્યારે કોઈ ઉંચુ માથુ તેઓની પીઠ પાછળ સંડોવાયેલુ હોવાની ચર્ચા ચાલી રહી છે,જો કે મીડીયામાં આ માહિતી વાઈરલ થતાં એવી શંકા સેવાઈ રહી છે કે શુ મુલાકાત આપનાર મહિલા અને મીડિયા કર્મી ઉપર કોઈ ખોટો કેસ કરીને પ્રેસર લાદવાની સંચાલકોની પેરવી હોય?! જો કે જે હોય પણ ગુનો કર્યો હોય છે અને તેની સજા મળવી જોઈએ તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button