આરોગ્ય

વસ્ત્રાપુર ની D H S હોસ્પિટલ એટલે મોત નો કૂવો ?

ભોયરામાં બનાવ્યું હોમ થિયેટર.ઓફિસો અને રેસ્ટોરન્ટ

સ્ટોરી બાય  ગિરીશ બારોટ

જો વાત કરીએ તો હાલમાં અમદાવાદ શહેર સાથે સાથે ગુજરાતમાં દાદા ની સરકારે ગેરકાયદે બાંધકામો ઉપર દાદાનું બુલડોઝર ફરવા માંડ્યું છે અને ફરવું પણ જરૂરી છે પણ અસંખ્ય ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા માટે ની પણ પરમિશન આપવામાં આવી છે પણ આ પરમિશન કેટલા હદે યોગ્ય છે કારણ કે અમદાવાદ હોય સુરત તક્ષશિલા કાંડ હોય કે પછી ગુજરાતની અન્ય કોઈ જગ્યા પણ હોય કે જ્યાં નિર્દોષોનો ભોગ લેવાઈ જાય છે અને ત્યારબાદ તંત્ર સપાટાભેર જાગે છે આ ક્યાં સુધી ચાલશે એવો જ એક કિસ્સો અમદાવાદની વસ્ત્રાપુર પાસે આવેલ ડીએચએસ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો છે જેને લઈને તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ dhs multi સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યામાં મસ મોટું બેન્કવેટ ઓફિસો તેમજ રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અધિકારીઓએ પોતાનો અંગત સ્વાર્થ રાખીને આ બાંધકામને પ્રોત્સાહન આપ્યું છે પણ જ્યારે કોઈ નિર્દોષ અને માસુમ આ ભોયરામાં કોઈપણ બનાવવામાં ભોગ બનશે તો તેનું જવાબદાર કોણ રહેશે કારણ કે કોઈ પણ બનાવ પછી તંત્ર તરત જ જાગે છે પણ જ્યારે તેને અગાઉથી કહેવામાં આવે છે અથવા જણાવવામાં આવે છે તો તેમાં રસ રાખતા નથી ફક્ત અને ફક્ત તેઓ પોતાનો સ્વાર્થ જોવે છે જેના લીધે નિર્દોષ લોકોના ભોગ લેવાય છે જો આ હોસ્પિટલના ભોયરામાં 100 માણસ થી વધારે બેસવાનો બેંકવેટ રેસ્ટોરન્ટ અને અન્ય ઓફિસો બનાવવામાં આવી છે ત્યાં અવારનવાર ઘણા લોકો બેસતા પણ હોય છે અને મીટીંગો પણ કરતા હોય છે પણ કદાચ ન કરે નારાયણને કોઈ બનાવ બનશે તો તેનું જવાબદાર કોણ રહેશે એ બાંધકામ કરનાર કે પછી એ ગેરકાયદે બાંધકામને ચલાવનાર કારણકે આટલી મોટી હોસ્પિટલમાં પાર્કિંગની પણ જગ્યા નથી જે જગ્યામાં ગેરકાયદે ઓફિસો બેંકવેટ અને રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે શું પ્લાનિંગ ઓફિસરે આ રીતનો પ્લાન આપ્યો હશે શું સિવિલ એન્જિનિયર એ આવો પ્લાન બનાવ્યો હશે આમાં કોઈ બનાવ બને તો આ મોતના પ્લાનના જવાબદાર કોણ તો આવા ગેરકાયદે બાંધકામો ઉપર જો દાદા નું બુલડોઝર ફરે તો નવાઈની વાત નહીં અને આની પરમિશન આપનાર અધિકારીઓ ઉપર એન્ટી કરપ્શન બ્યુરોમાં તપાસ સોંપવામાં આવે તો ઘણું બધું મળી શકે તેમ છે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button