અમદાવાદ પોલીસ કમિશનર કચેરી પાસે આવેલ L ડિવિઝન માં ટ્રાફિક નિયમો લાગુ નથી પડતા?
કુંભ રાશિનો વહિવટદાર L ડિવિઝન નો મસીહા કોણ ?

સ્ટોરી બાય. ગિરીશ બારોટ. જન હિત માટે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જતી જાય છે કે આ ટ્રાફિક નિયમોના ભંગથી ભયાનક એક્સિડન્ટ થાય છે અથવા તો નશામાં ચૂર થઈને લોકો ટ્રાફિકના નિયમોને પોતાની જાગીર સમજીને જાણે જનતા પાસે રમત રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આમ તો કાયદો અને વ્યવસ્થા જાળવવો એ ફક્ત કોઈ સરકારી કર્મચારીઓ નહીં પણ સામાન્ય નાગરિકની પણ એટલી જ ફરજ આવે છે અને ફરજ ક્યાંક ને ક્યાંક આપણે ચૂકી જઈએ છીએ
મળતી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની જૂની પોલીસ કમિશનર કચેરી ની પાસે આવેલ નમસ્તે સર્કલ પાસે કાયદાનું ઉલંઘન સરેઆમ કરવામાં આવે છે અને તેમાં આંખ આડા કાન થતા હોય તેવું પણ લાગી રહ્યું છે જો તમે ત્રણ સવારીમાં હોવ હેલ્મેટ નથી પહેર્યું સીટબેલ્ટ નથી બાંધ્યો તો તમે કેમેરામાં કેદ થઈ જશો અને તમારી પાસે દંડ વસૂલવામાં આવશે પણ શું આ કાયદો સામાન્ય નાગરિક માટે જ છે આ કાયદાનું ઉલંઘન સરેઆમ નમસ્તે સર્કલ પાસે થતી લક્ઝરીઓ વાળાઓ બિન્દાસ પણે ટ્રાફિક વિભાગની ઠેકડી ઉડાવતા હોય તેવો લાગી રહ્યું છે અથવા તો એલ ડિવિઝનમાં એવા કોઈ તટસ્થ કે નિર્ણાયક કર્મચારીની જરૂર છે જે આને નિયમો નો પાઠ ભણાવી શકે મોટી ગાડીઓની પરમિશન રાત્રે 11:00 વાગ્યા પછી આપવામાં આવેલી છે પણ અહીંયા તો એવું લાગી રહ્યું છે કે પૈસા ફેક તમાશા દેખ તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કારણ કે આ લક્ઝરીઓ વાળા ને શુ દંડ આપવામાં આવે છે શું તેઓ વારંવાર ટ્રાફિકના નિયમોનું ભંગ કરે છે તો તેઓની ગાડીઓને લક્ઝરીઓને સીઝ કરવામાં આવે છે કે નહીં કારણકે અહીંના સ્થાનિકો ને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે પણ ટ્રાફિક વિભાગ દ્વારા એલ ડિવિઝન ના આ નમસ્તે સર્કલ ઉપર કોઈ સીસીટીવી ફૂટેજ દેખાતા નથી આટલી મોટી પોલીસ કમિશનર કચેરી બની છતાં પણ બેફામ નિયમોને નેવી મૂકીને આ લક્ઝરીઓ વાળા સમય કરતા પહેલા જમાવડો કરતા હોય છે પણ એલ ડિવિઝનના સ્થાનિક પીઆઈની ફરજમાં કાયરતા અહીંયા દેખાઈ રહી છે શું આવા લોકો ઉપર કાયદાકીય પ્રોસીજર કરવાની રહેતી નથી કે પછી તેરી ઓર મેરી ભી ચૂપ લગાવવામાં આવી છે આ લક્ઝરીઓ વાળા નું હાઇવે થી લઈને એલ ડિવિઝનના નમસ્તે સર્કલ સુધી એટલું મજબૂત સેટિંગ છે કે આને હલાવવું એ ટ્રાફિક વિભાગ માટે એક ચેલેન્જ રૂપી સાબિત થાય છે પ્રાપ્ત માહિતી અનુસાર એક કુંભ રાશિનો વહીવટદાર આ એલ ડિવિઝનને લીલી ઝંડી આપી છે કે નો એન્ટ્રીમાં લાવવી હોય એટલી લક્ઝરીઓ લાવો હું બેઠો છું તમારી ગાડીઓ સીઝ નહીં થાય ટ્રાફિક વિભાગમાં મોટી મોટી અને ડાહી ડાહી વાતો કરતા ટ્રાફિક વિભાગના એ કર્મચારીઓના પણ હાથ ટૂંકા પડે છે કે પગ ઉપાડતા નથી તે સમજાતું નથી ? એવું લાગે છે કે ટ્રાફિક વિભાગના આ નિયમો ફક્ત ગરીબ અને બેબસ લોકો માટે જ છે બાકી તો બીજા ખિસ્સામાં લઈને ફરે છે હવે જોવાનું એ રહ્યું કે એલ ડિવિઝન ટ્રાફિક વિભાગ દ્વારા નમસ્તે સર્કલ પાસે ઊભેલી આ લક્ઝરીઓના જમાવડાને દૂર કરી શકશે કે પછી ભીષ્મપિતામાની ભૂમિકા ભજવશે ?