૭૮- વર્ષના ઇતિહાસમાં બાવળામાં પહેલીવાર આવું બન્યું ? ભગવાન હે કહાં રે તું

૭૮- વર્ષના ઇતિહાસમાં બાવળામાં પહેલીવાર આવું બન્યું ? ભગવાન હે કહાં રે તું
બાવળા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ની આજુબાજુ વરસાદી પાણી ભરાતા બાળકો એ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું….
રાજકીય નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓને તમે ક્યાંક કંઈક ને કંઈક વિરોધ કરતા અથવા તો આવેદનપત્ર આપતા જોયા હશે પણ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં જે ઘટના બની એ ગુજરાતની પ્રથમ ઘટના કહી શકાય કારણ કે માનવતાને સર્મસાક કરી નાખે તેવી ઘટના બની આજે કોઈ યુવાઓ દ્વારા નહીં પણ નાના બાળકો દ્વારા હા આંધળા બહેરા અને લૂલા તંત્રને જગાડવાની કોશિશ કરી છે જેમાં વધુ પ્રાપ્ત માહિતી અનુસાર બાવળા માં ચોમાસુ ચાલુ થતાંજ શહેર માં પાણી ભરાવા ની સમસ્યા ચાલુ થઈ જાય છે. આ વખતે પ્રથમ રાઉન્ડ માં જ વરસાદી પાણી એ બાવળા ને અનેક મુશ્કેલીઓ આપી છે. રોગચાળો અથવા પાણી ભરાવાથી સૌથી વધારે નાના ભૂલકાઓ બાળકો બીમાર પડે છે ત્યારે શાળાઓ ની આજુબાજુ પાણી નો ભરાવો થતાં બાળકો ને સ્કૂલ માં જવા માં ભારે સમસ્યાઓ નો સામનો કરવો પડે છે,અને જો સાધન લઈને જાય તો પાણી ભરેલા ખાડાઓ માં પડી જવાના બનાવો પણ બને છે. તેથી અનેક વાર બાળકો નાં વાલી દ્વારા ઉચ્ચ કક્ષા એ રજૂઆતો કરવામાં આવી પરંતુ કોઈ નિરાકરણ નાં આવતાં અંતે કંટાળી ને સ્કૂલો માં ભણતા નાના બાળકો દ્વારા ધોળકા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, અને તાત્કાલિક બાવળા ને આવી અનેક સમસ્યાઓ માં થી ઉગારી લેવા ની મૌખિક રજૂઆત પણ કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે આ બાળકો દ્વારા અપાયેલ આવેદનપત્રની સામે પ્રાંત અધિકારી કોઈ પગલા ભરશે કે પછી પ્રાંત અધિકારીને પણ ગાંઠવામાં નહીં આવે કારણકે નિર્દોષ બાળકોના ભવિષ્યની સાથે સાથે તેમના આરોગ્યની પણ ખૂબ જ ચિંતા નો વિષય બને છે