મહર્ષિ ચરક, આયુર્વેદ ના જનક તેમની ચરક જયંતી વિશે ની ખાસ વાતો
૨૯ જુલાઈ એટલે કે મહર્ષિ ચરક જયંતી

======================
૨૯ જુલાઈ એટલે કે મહર્ષિ ચરક જયંતી
મહર્ષિ ચરક કે જેઓ આયુર્વેદ ના એક મહાન જ્ઞાની હતા જેમને ઘણાય રોગો ના નિદાન તેમજ રોગ ને આગળ વધતા અટકાવવા માટે આયુર્વેદ જગત ને ખુબ જ્ઞાન પીરસ્યુ છેં આજકાલ ની ખરાબ દિનચર્યા તેમજ ભાગદોડ વાળી જિંદગી માં આપણે આપણાં શરીર પ્રત્યે બેદરકારીકતા દાખવીયે છીએ છીએ જેના પરિણામ સ્વરૂપે કેટલાય રોગો શરીર માં ઘર કરી જાય છેં અને આયુર્વેદ માં મોટાભાગ ના બધા રોગો નું નિદાન સંભવ છેં આજના આ લેખ માં સૌ પ્રથમ તો આપણે મહર્ષિ ચરક વિશે જાણીયે
વિશ્વની ઉત્તમોતમ કે જૂનામાં જૂની સંસ્કૃતિઓ માની એક એટલે ( ભારતીય સંસ્કૃતિ ) આ સંસ્કૃતિ ના મૂળ માં અનેક ઋષિઓ રાજ ઋષિઓ બ્રહ્મઋષિઓ, મહર્ષિયો કે ઋષિકાઓ નું તપ, તેમને દર્શન કરેલા સત્યો કે સિદ્ધાંતો છેં તેમના દ્વારા સિંચાયેલા આ વૃક્ષો ના ફળ ” ઉત્તમ જીવન રૂપી કે સ્વસ્થ જીવન રૂપે ” આપણે ભારતીય ભોગવી રહ્યા છીએ
અગત્ય ની બાબત તો એ છેં કે મહર્ષિ ચરક એ આયુર્વેદ ને જીવંત રાખવા માટે આંઠ સ્થાન ૧૨૦ અધ્યાય અને ૯૦૦૦ શ્લોકોમા ક્યાય પોતાના વિશે એક પણ શબ્દ લખ્યો નથી પૃથ્વી ના તમામ લોકો ને મનુષ્ય ને સારુ આરોગ્ય મળી રહે ફક્ત ને ફક્ત તે બાબત ને ધ્યાન માં રાખીને અને નિસ્વાર્થ ભાવનાથી જેમને આયર્વેદ ચરક સંહિતા લખી છેં અને જ્ઞાન નો પ્રસાદ પીરસ્યો છેં મહર્ષિ ચરક ને શેષનાગનો અવતાર માનવામાં આવે છેં માટે શ્રાવણ શુક્લ પક્ષ પંચમી એટલે કે નાગપાંચમ ના દિવસે ચરક જયંતી આયુર્વેદ ના વૈધો દ્વારા ઉજવવામાં આવે છેં હંમેશા જનહિત ના સારા આરોગ્ય ની ચિંતા સાથે ફરતા રહેનારા એટલે કે એક જગ્યા એ સ્થિર ન રહેનારા આ ઋષિ હતા માટે તેમનું નામ ચરક પડ્યું હોય તેમ માનવામાં આવે છેં
આજના આ યુગ માં પ્રદુષણ વાળું વાતાવરણ અને ખરાબ દિનચર્યા તેમજ સ્ટ્રેસ વાળી લાઈફ માં જ્યાં ઘર ઘર માં રોગો એ પોતાનું સ્થાન જમાવી દીધું હોય તેમજ શારીરિક રોગો કરતા માનસિક રોગો નો પ્રશ્ન વધુ વિકટ બનતો જાય છેં ત્યારે મહર્ષિ ચરક દ્વારા લખવામાં આવેલ ચરક સંહિતા પુસ્તક આપેલા આયુર્વેદ ના સિદ્ધાંતો, દિનચર્યા, ઋતુચર્યાને આધારે આપણે આપણું જીવન જીવીએ, સ્વસ્થ રહીયે, બળવાન બનીને અને સર્વ ના કલ્યાણમાં સહયોગ આપીએ અને ચરક સંહિતા પ્રમાણે શરીર નું મૂળ એટલે જઠર માં રહેલો અગ્નિ અને મોટા ભાગ ના રોગો નું કારણ આ અગ્નિ નું મન્દ થવું છેં આપણાં ત્યાં સમાજ માં ઘણાય એવા લોકો હોય છેં જે જવાબદારીના ભાર નીચે સતત દોડ્યા કરે છેં જયારે સમય મળે ત્યારે ખાવુ અનિયમિત સૂવું તો વળી ઘણાય લોકો એવા પણ હોય છેં કે ભવિષ્ય માં થનાર રોગો ના ભયથી અવાર નવાર ડોક્ટરો પાસે દોડી જવું તે તમામ બાબતો ના ઉપાય ચરક સંહિતા માંથી મળી આવે છેં અને આ બંને પ્રકાર ના લોકો ને ચરક સંહિતા કહે છેં કે ભૂખ લાગે ત્યારે અને શરીર ને અનુકૂળ હોય તેવું તાજું બનાયેલું ભોજન સાથે સાથે ઘણી બાબતો દર્શાવી છેં આપણે ચરક સંહિતા માં વાંચી શકીયે છીએ તેમજ આયુર્વેદ અનુસાર આયર્વેદ પદ્ધતિ દ્વારા રોગો ની સારવાર લઇ અને શરીર ને પડતી આડઅસર થી પણ બચી શકાય અને સ્વસ્થ જીવન જીવી શકાય છેં
ચરક સંહિતા નું જ્ઞાન લઈને હજારો વૈધો હજારો લોકોને આજે પણ સ્વસ્થ જીવન સારુ સ્વાસ્થ્ય આપી રહ્યા છેં
મહેશ વાધવાણી
અમદાવાદ