બોપલ ની એક ગેસ એજન્સીના થલતેજ માં કાવાદાવા
ગ્રાહકો પૈસા તો પૂરા આપે છે પણ ઘરેલુ ગેસ પૂરતો મળે છે ખરા ?

હાલમાં જો વાત કરવામાં આવે તો ઘરેલુ ગેસ એટલે કે રાધણ ગેસનો ભાવ આસમાને પહોંચી ગયો છે તેવામાં ઘણા ખરા લોકોને સબસીડી પણ બંધ કરી દેવામાં આવી છે જે લોકો રોજ કમાઈને રોજ ખાતા હોય છે તેવા પરિવારને 900 થી એક હજાર રૂપિયાનો ગેસ સિલિન્ડર લેવો તે પણ ખૂબ જ કાઠું પડતું હોય છે તેવામાં તમારા ઘરે આવતો ગેસ તમે જે પૈસા ચૂકવો છો તેટલો મળે છે ખરા કે પછી તેમાંથી પણ ગેસ ને કાઢી નાખવામાં આવે છે જી હા અમદાવાદના મા આવેલ એક ગેસ એજન્સીના મળતિયાઓ શું આ મોંઘવારીમાં શુ ગ્રાહકોને લૂંટવાનું કામ તો નથી કરી રહ્યા ને ? કારણ કે દરેક ગ્રાહક ઇચ્છે છે કે તે પૈસા પુરા આપે તો તેઓને ગેસ સિલિન્ડર પણ પૂરો મળવો જોઈએ પણ શું ખરેખર એવું બને છે ખરા કારણકે બોપલમાં ચાલતી આ ગેસ એજન્સીના ડીલેવરી મેનો દ્વારા થલતેજમાં ડીલેવરી કરવામાં આવે છે થલતેજ માં રહેતા રહેવાસી દ્વારા અમારા ધ્યાને દોરવામાં આવ્યું કે અમોને જે ગેસ અપાય છે અને અહીંયા એક ગેસ એજન્સીના મળતીયાઓ દ્વારા તેઓના ગાડીમાં ગેસ સિલિન્ડર ભરેલા બોટલ લઈને આવે છે અને તમામ સિલેન્ડર અહીં નીચે ઉતારીને કંઈક કાળું ધોળું કરતા હોય તેવું લાગે છે જેથી અમો દ્વારા તેની તપાસ કરતા એક વિસ્ફોટક માહિતી અમારા રિપોર્ટરના હાથે લાગી જેને જોઈને કદાચ આપ પણ ચકીત થઈ જશો જી હાં
આ એજન્સીના એક ટેમ્પા ચાલક દ્વારા એક બે સિલિન્ડરની ડીલેવરી કર્યા બાદ થલતેજમાં આવેલ એક અગિયાત જગ્યા ઉપર તમામ સિલિન્ડરને શું કામ નીચે ઉતારવામાં આવે છે.? તે એક સળગતો સવાલ છે ? જેમાં થલતેજમાં આવેલ આમલી વાળો વાસ મહાકાળી મંદિરની સામે થલતેજ મા પહેલા અહીંયા ટેમ્પા ને લાવવામાં આવે છે ત્યારબાદ તેમાંથી દરેક બોટલ માંથી થોડો થોડો ગેસ નીકાળીને એક બોટલમાં ભરવામાં આવે છે અને તે ગેસ સિલિન્ડરને ઊંચા ભાવમાં વેચી નાખવામાં આવે છે ? ટેમ્પા ચાલક નોજ ખુલાસો એક બોટલજ બનાવું છું? તેવું પણ વિડિયો રેકોર્ડિંગમાં જણાવવામાં આવ્યું આ એજન્સીના મળતીયાઓ આટલી મોંઘવારીમાં પણ પડતા ઉપર પાટુ મારે છે કારણકે આ ગેસ એજન્સી દ્વારા ગ્રાહકો પાસે પૈસા તો પૂરા લેવામાં આવે છે પણ શું ગેસ સિલિન્ડર પૂરતો અપાય છે ખરો તે તપાસનો વિષય ? જોઆની ઊંડાણપૂર્વક
પુરવઠા વિભાગ અથવા તો આઇ ઓ સી વિભાગ ઓચિંતી મુલાકાતે આવે તો મસ મોટી આ એજન્સીમાંથી ગેસ ચોરીનો પર્દાફાશ થાય તેમ છે ? અને થલતેજ ની જનતા આ સ્કેમથી બચી શકે તેમ છે ? નહીં તો અહીંની પ્રજાને આજ સોસવાનો વારો આવશે કારણ કે ગરીબ પ્રજાનો અવાજ કોઈ સાંભળવા તૈયાર હોતું નથી જેને લઈને તેઓને ભોગવવાનો વારો આવે છે અને ગેસ એજન્સીમાં કામ કરતા મળતીયાઓ દ્વારા ગેસ ચોરી કરવાનો છૂટો દોર મળે છે ? જેમાં દરેક ગેસ ની બોટલ માંથી બે થી અઢી કિલો ગેસ ચોરી કરી ને એક બોટલ બનાવામાં આવે છે પછી તે બોટલ ને માર્કેટ માં બ્લેક માં વેચી દેવા માં આવે છે. ? આવું ક્યાં સુધી ચાલશે ગરીબ પ્રજા ક્યાં સુધી પિસાસે તે કોણે જઈને કહેશે તેનું સાંભળનાર કોણ આ બધા સવાલોથી ઘેરાયેલ એક સામાન્ય નાગરિક ક્યાં સુધી જજુમશે