ગુજરાત

અર્જુન ગેસ એજન્સી માં અપાતો રાંધણગેસ કેટલો યોગ્ય ?

રાંધણ ગેસ માં આમતો ભાવ દિવસે ને દિવસે આશ્માને પહોંચી રહ્યો છે એવામાં અમુક ગેસ એજન્સીઓ દ્વારા ગરીબ લોકો ઉપર પડતા પર પાટુ મારવા જેવો દાવ પેચ કરી રહ્યા તેવું લાગી રહ્યું છે ? જો મળતી માહિતી અનુસાર અમદાવાદ ના શાસ્ત્રીનગર પાસે આવેલ અર્જુન ગેસ એજન્સી માંથી ગ્રાહકોને અપાતા ગેસ સિલિન્ડર કેટલા યોગ્ય છે ? અર્જૂન ગેસ એજન્સી માં અમુક માણશો ડિલિવરી કરતા પહેલા અમુક અજ્ઞાત જગ્યાએ જઈને તેમાંથી પેન્સિલ જેવા સાધનથી દરેક બોટલ માંથી બેથી ત્રણ કિલો ગેસ કાળી ને અલગ બોટલ માં ભરે છે અને તેને બારોબાર કાળા બજારીમાં વેચી નાખે છે આ સમગ્ર મામલો લોક મુખે ચર્ચાનો વિષય બન્યો છે? અને તે ગેસ બોટલ ને કાળા બજારીમાં ઉંચા ભાવે વેચાણ કરી રહ્યા છે તેવી માહિતી એ વેગ પકડ્યો છે? જો આ એજન્સીમાં પુરવઠા વિભાગ અથવા I O C. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્રારા ઓચિંતી મુલાકાતે આવે તો મોટું કોભાંડ હાથે લાગે તેમ છે ? આ એજન્સી તો તમામ હદો વટાવી હોય તેવું પણ લાગે છે કારણકે કોઈ પણ ગેસ એજન્સી ને તેનું સિલિન્ડર ભરેલું ગોડાઉન સીટી થી દૂર રાખવાનું હોય છે પણ આ એજન્સીએ તો રેસિડેન્ટ વિસ્તારમાંજ પોતાનો અડ્ડો જમાવી દીધો છે જો આના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ. ? કઈક નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે? શું આવી એજન્સી ઉપર I O C / પુરવઠા વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી આંખ આડા કાન કરવામાં આવશે વધુ વિગતો સાથે અમારા વિશેષ અહેવાલમાં વાચતા રહો નૈતિક સમાચાર દૈનિક ન્યુઝ પેપર માં ……..

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button