ક્રાઇમ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ ના રવાડે ચડાવતા બંટી બબલી ને દબોચ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એમ ડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી

ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સ નું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં ગુજરાત પોલીસ સહિત તમામ એજન્સીઓએ સતર્કતા દાખવીને ગુનેગારોને પકડવામાં સફળતા પણ ખૂબ બહોળા પ્રમાણમાં મળી છે તેવામાં ગુજરાત પોલીસ સહિત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ પોતાના જીવના જોખમે આવા ગુનેગારોને જે ગુજરાતમાં ડ્રગ્સ નુંવેચાણ કરે છે અથવા ધંધો કરે છે તેવા લોકોને શોધી શોધીને પકડી ને જેલનાં હવાલે કરે છે જે ખૂબ જ સરહાયનીએ કામગીરી છે તેવામાં જો વાત કરીએ તો વાડજ ખાતેથી ક્રાઈમ બ્રાન્ચને અંગત રહે એક બાતમીના આધારે એક દંપતી ને મેકો ડ્રોન એમડી ડ્રગ્સ 357 ગ્રામ 750 મિલીગ્રામ જેની બજાર કિંમત 35 .77,500 સહિત કુલ 36.40.800 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જો વધુ વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરના વાડજ અખબાર નગર સર્કલ પાસે ખત કોલોની ખાતે ભાડાના મકાનમાં રહેતા કમલેશકુમાર લાલુરામ બિસ્નોય ઉંમર વર્ષ 28 રાજેશ્વરી કમલેશકુમાર બિશનોઈ 24 વર્ષ ના હોય એમ.ડી ડ્રગ્સ નો જથ્થો સાથે ઝડપી પાડ્યા હતા પકડાયેલ બંને વ્યક્તિ સંબંધમાં પતિ પત્ની છે પતિ પત્ની પિયરમાં જાય છે અને ત્યાંથી તેના મામાના દીકરા ઉત્તર પ્રદેશ લખનૌ ખાતેથી એમની ડ્રગ્સ નો જથ્થો લઈને આ લોકોને શોપે છે આ બંને જણા પોતાના અંગત ગ્રાહકોને એમડી ડ્રગતું વેચાણ કરતા હતા અને ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાઈને બરબાદ કરતા હતા ક્રાઈમ બ્રાન્ચે આ બંટી બબલી ને પકડી લીધા છે અને સદન તપાસ ચાલુ પણ કરી દીધી છે કે અન્ય કેટલા લોકોને ડ્રગ્સના રવાડે ચડાયા છે હમણાં જ ગુજરાતના ઉપ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતને આ રીતે જો કોઈ પણ ડ્રગ્સના રવાડે ચડાવશે અથવા ડ્રગ્સ નો વેપલો કરવામાં આવશે તો તેને છોડવામાં આવશે નહીં તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોતાની હિંમતથી સુજબુજ થી અને સતર્કતા થી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button