કોર્પોરેશન વિસ્તારમાં ગાયોને નહીં પકડવા તેમજ કાર્યવાહી નહિ કરવા માટે લાંચની માંગણી કરતા 2 લોકોની એસીબીએ કરી ધરપકડ
સેનેટરી ઇન્સ્પેક્ટર ઝડપાયા
કોર્પોરેશન વિસ્તારમાં ગાયોને નહીં પકડવા તેમજ કાર્યવાહી નહિ કરવા માટે લાંચની માંગણી કરતા 2 લોકોની એસીબીએ કરી ધરપકડ
લોકોની કરાઈ ધરપકડ 3000.હજારની માંગી હતી લાંચ
અમદાવાદ ખાતે કોર્પોરેશન વિસ્તારમાં ગાયો રાખતાં માલધારી પાસે તેઓની જ્યાં ત્યાં રખડતી ગાયોને ન પકડવાં તેમજ કાર્યવાહી ન કરવા માટે લાંચની માંગણી કરવામાં આવી . જેના કારણે ફરિયાદી દ્વારા એસીપી ઓફીસમાં અમદાવાદ એકમના ડીવાયએસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી ફરિયાદી ના જણાવ્યાં મુજબ 35000 /- રૂ ની માંગણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ 25000/- રૂ , બીજા 7000/- રૂ, અને છેલ્લે 3000/- રૂ એમ માંગણી કરવામાં આવી હતું. પરંતુ ફરિયાદી આ લાંચને આપવાં માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક સાધતા આરબીઆઇ ક્વાર્ટર્સ ગેટ ની પાસે, સુભાષ બ્રિજ ખાતે છટકું ગોઠવી સેનેટરી ઇન્સ્પેક્ટર, વર્ગ 3 ના અમરતભાઈ ઘેલાભાઈ પટેલ સ્લોટર હાઉસ જમાલપુર અને રોજમદાર રાજેશ પચાણ ભાઈ પરમાર ને 3 હજાર ની લાંચ લેતા એસીબીના મદદ નિયામક કે. બી. ચુડાસમાના સુપરવિઝનમાં આર કે સક્સેના સાથેની ટિમ દ્વારા ટ્રેપ કરી ધરપકડ કરી હતી.