આરોગ્ય

એશિયાની સવથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ નો કેન્સર વિભાગ રામ ભરોશે કે શું ?

એશિયાની સવથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ નો કેન્સર વિભાગ રામ ભરોશે કે શું ?

એશિયાની સવથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ નો કેન્સર વિભાગ માં લાલીયા વાળી જોવામાં આવી અમદાવાદ નહીં પણ સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી લોકો એશિયાની સવથી મોટી સિવિલ હોસ્પિટલ માં કેન્સર ના નિદાન માટે આવતા હોય છે ત્યાં આવતા દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે સરકાર કટી બદ્ધ છે પણ સિવિલ હોસ્પિટલ ના C ૩૧૪ મેલ સર્જીકલ વોર્ડ વિભાગ માં કેન્સર ના આશરે ૪૦ થી પણ વધારે દર્દીઓ સારવાર લે છે પણ ત્યાં મહત્વ ની વાત કહી શકાય કે દર્દીઓને શ્વાસ લેવા માટે નેબ્યુલાઇઝર ની અછત જોવા મળી કારણકે આટલા બધા દર્દીઓ વચ્ચે ફક્ત બેજ નેબ્યુલાઇઝર છે એમાં પણ એક ની હાલત બંધ છે અને એક નેબ્યુલાઇઝર ઉપર જ આંખો વોર્ડ નિર્ભય છે જ્યારે દર્દીઓ ને ઇમરર્જન્સી પડે છે ત્યારે ફક્ત એકજ નેબ્યુલાઇઝર પર કામ ચલાવું પડે છે જો એમાં કદાચ ઈમરજન્સી ની જરૂર પડે તો ગણા લોકો ને પોતાનો જીવ ગુમાવવો પડે તેવી પરિસ્થિતિ ભવિષ્યમાં સર્જાય શકે તેમ છે કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય ને ધ્યાનમાં રાખીને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેથી કરીને કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવા માટે જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ બની શકે અને આવનાર પેશન્ટ ને તાત્કાલિક સારવાર મળી રહે પણ જો સિવિલ જેવી હોસ્પિટલ માંજ આવી નાની નાની સાધન સામગ્રીજ ઉપલબ્ધ ના હોય તો પેશન્ટ પાસે બીજો કોઈ ઈલાજ ઉપલબ્ધ નથી

 

સ્ટોરી બાય  ગિરીશ બારોટ

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button